2.5 વર્ષમાં 7 વખત પી.એમ. મોદી રડયા છે : કયાં ? કયારે ? ભાવૂક બન્યા

0
186
PM Modi Gets Emotional 7 time during 2.5 years

નોટબંધી જેવા સખત નિર્ણય કરનાર પી.એમ. મોદી પોતાના 2.5 વર્ષ ના શાસનમાં 7 વાર ભાવુક થયા છે. ઘણા મોકા ઉપર તેમની આંખોમાં આંસૂ છલકાયા છે.
– 8 નવેમ્બર 2016 : નોટબંધી પછી પહેલીવાર 13 નવેમ્બરના રોજ ગોવા માં ભાષણ આપતા વખતે તેમણે જણાવ્યું કે મેં ઘર પરિવાર બધું દેશ માટે છોડયું છે. આ બોલતા સમયે મોદીજી ભાવૂક બની ગયા હતો અને તેમની આંખો ભીની થઇ ગઇ હતી.
– મે 2015 : બેગાળના પ્રવાસર દરમિયાન મોદી પહેલીવાર બેલૂર મઠ ગયા હતા. જયાં તેમના માટે સ્વામી વિવેકાનંદનો રુમ ખોલવામાં આવ્યો ત્યારે તે ભાવૂક થઇ ગયા હતા. મોદી જયારે યુવાવસ્થામાં સાધુ બનવા ઇચ્છતા હતા, ત્યારે તે મઠમાં 3 વાર તેમની અપીલ ને નામંજૂર કરી હતી.
– જાન્યુઆરી-2016 : બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહ દરમિયાન છાત્ર રોહિત વેમુલાના મોત ની વાત કરતા સમયે મોદીજી ભાવૂક બન્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક માં એ પોતાનો દિકરો ખોયો છે. તેમનું દર્દ મહેસુસ કરી શકાય છે.
– સપ્ટેમ્બર 2015 : જયારે મોદીજી ફેસબુક હેડકવાર્ટર માં માર્ક ઝુકરબર્ગ ના સવાલોના જવાબ આપી રહ્યા હતા. ત્યારે પોતાની માં સંબંધિત સવાલ ના જવાબ આપતા સમયે તેમની આંખોમા આંસુ આવી ગયા હતા. માં ના સંઘર્ષ બાબતે જણાવતા ભાવૂક બન્યા હતા.
– નવેમ્બર 2015 : સંસદમાં સંવિધાનની ચર્ચા દરમિયાન ભાવૂક બન્યા હતા. બાબા આંબેડકર ની વાત કરતા સમયે તેમની આંખ ભરાઇ આવી હતી.
– મે 2014 : ભાજપના સંસદીય દળ ના નેતા ચૂંટાયા બાદ સંસદ ના સેંટ્રલ હોલમાં લાલકૃષ્ણ અડવાણી ના બયાન (નરેન્દ્ર ભાઇ એ કૃપા કરી ) ની વાત કરતા મોદીજીની આંખોમાં આસુ છલકાય ગયા હતા. તેમણે રુંધાયેલા અવાજે જણાવ્યું હતું કે તે અડવાણીજીની કૃપા શબ્દ માં પ્રયોગ નથી કરી શકે તેમ. માં ની સેવા કયારેય કૃપા નથી હોતી મારા માટે ભાજપ માં સમાન છે.
– મે 2014 : પ્રધાનમંત્રી બનતા પહેલા મોદી માટે ગુજરાત વિધાનસભામાં વિશેષ સત્ર રખાયું હતું. જેમાં મોદીજીની વિદાઇ ભાષમાં વિપક્ષ ના વખાણ કર્યા હતા. જયારે વિપક્ષ નેતા તેમને શુભકામના આપતા હતા. ત્યારે મોદીજી ભાવૂક બન્યા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS