પી.એમ. મોદી : દિવ્યાંગોને કુત્રિમ અંગો ની કીટ અર્પણ કરાઇ

0
36

વડોદરા : પી.એમ. મોદી આજે વડોદરાના એરપોર્ટ ના ઉદઘાટન કરવા પધારેલ બાદમાં એક દિવ્યાંગોના યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપી લોકોને સંબોધ્યા હતા. આ કાર્યક્રમ નવલખી મેદાનમાં યોજાયો હતો. દિવ્યાંગોને કુત્રિમ અંગો અને સાધનો ની કીટ અર્પણ કરાઇ હતી. સંબોધન માં પી.એમે. જણાવ્યું કે દેશમાં બનતા બસસ્ટેશન અને એરપોર્ટ ખાતે દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા હોવી જોઇએ. ઉપરાંત કોંગ્રેસ સરકાર ને નિશાનો બનાવી જણાવ્યું કે તમને અખબારોમાં દરરોજ ગોટાળાઓ વિષે જ વાંચવા અને સાંભળવા મળતું અને જયારથી મેં નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી આપ લોકો વાંચતા હશો દિવ્યાંગો માટે સહાય વગેરે હકારાત્મક વલણ ના કાર્યક્રમો યોજાય છે. કાર્યક્રમના પ્રારંભમાં ડે.સી.એમ. નિતીન પટેલે સંબોધન કરી પી.એમ. ના વખાણો કર્યા હતા. પી.એમ.ના આગમનથી જ વડોદરા અને આસપાસમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS