સૌની યોજના : સરકારી તંત્ર ઉંઘા માથે : જનમેદની ભેગી કરવા ટારગેટ

0
134

રાજકોટ : રાજકોટ થી 38 કિ.મી. સણોસરા ગામ ખાતે જર્મન ટેકનોલોજીથી વોટરપ્રૂફ ડોમ ઉભા કરાયા હતા. અંદાજીત આ યોજના 12 હજાર કરોડની છે. પી.એમ. મોદીએ બટન દબાવી આજી-3 નું પાણી આજી -4 માં છોડયું હતું. પી.એમ. મોદી સવારે વિમાન મારફતે જામનગર ખાસ વિમાનમાં આવ્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ત્યાંથી સણોસરા કાર માં પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજના સૌની યોજના કાર્યક્રમ અંતર્ગત જનમેદની ઉભી કરવા માટે અને બહોળી સંખ્યા દેખાડવા માટે સરકારી તંત્ર ઊંઘા માથે થયું હતું. જેમાં સમગ્ર જિલ્લાના અધિકારીઓ નાના થી લઇને મોટા કાર્યકર્તા તેમજ સરકારી નોકરીયાતો ને માણસો ભેગા કરવા માટે કામે લગાડાયા હતા. અને તાલુકા પ્રમાણે બસો ભરી કાર્યક્રમ સ્થળ સુધી પહોંચાડવા માટે ની જવાબદારી સોંપવામાં આવી હતી. અમુક તાલુકા સ્થળે જવાબદાર અધિકારીઓને તેમજ અધિકારીઓ તેમની નીચેના કર્મચારીઓને વિવિધ માણસો ભેગા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં મુખ્ય જવાબદારી કલેકટર થી ચાલુ કરી કલાર્ક સુધી ના લોકો જનમેદની એકઠી કરવામાં ઉંઘા માથે થઇ ગયા હતા. તે ઉપરાંત ભાજપના નેતાઓ ને પણ ટારગેટ આપવામાં આવ્યા હતા. જેવડો ગામનો વિસ્તાર અને જેવા અધિકારી તે મુજબના લોકોને એકઠા કરવા માટે લક્ષ્યાંક અપાયો હતો.

(સુત્રોમાંથી)

NO COMMENTS