ઉરી હુમલા બાદ : કેરલમાં પી.એમ. મોદી સભા સંબોધશે

0
67

કેરલમાં કોઝિકોડ માં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદ ની ત્રણ દિવસની બેઠક નો આજે બીજો દિવસે છે. બેઠકના બીજા દિવસે પી,એમ. મોદી બેઠકમાં ભાગ લેશે. અને ત્યાં એક જાહેર સભાને સંબોધન કરશે. લોકોની નજર મોદીની રેલી ઉપર છે. અને ઉરી હુમલા બાદ પી.એમ. મોદી પહેલીવાર ભાષણ કરશે.
મોદી આજે બપોરે 3 કલાકે કોજિકોડ પહોંચશે સાંજે 4 કલાકે રેલી ને સંબોધન કરશે. પી.એમ. ના સંદેશોમાં ગરીબ કલ્યાણ, રાષ્ટ્રીય સુરક્ષા અને કેરલમાં રાજનૈતિક હિંસા અને સંઘ, ભાજપ ના કાર્યકર્તાઓ ઉપર હુમલાના મુદ્દા મુખ્ય હશે.
સાંજે બેઠક માં પંડિત દિનદયાલ ઉપાધ્યાન સાથે કામ કરનારનું સન્માન થશે. એક પ્રદર્શન નું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં કેરલ ના ઇતિહાસ દેખાડવામાં આવશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS