પી.એમ. મોદી : 10 મહિનામાં 11 મી વખત ગુજરાતના પ્રવાસે

0
43
pm modi kutch visit
pm modi kutch visit

પી.એમ. મોદી પોતાના ગૃહરાજય ગુજરાતના બે દિવસ ના પ્રવાસે બપોરે ભુજ એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા મોદી પહોંચ્યા હતા. મોદીના સ્વાગત માટે મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી દ્વારા કરાયું હતુ.ં મોદી બપોરે લગભગ 2.30 કલાકે ભુજ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે ગાંધીધામ માં કંડલા પોર્ટ ટ્રસ્ટના ના કાર્યક્રમમાં હાજરી આપી અને કંડલા બંદર થી જોડાયેલા વિકાસ કામો તથા કચ્છ સાલ રેલ્વે સ્ટેશન ના ઓવરબ્રિજ સહિત 900 કરોડ થી વધુ કિંમતના 12 જેટલ યોજનાનું શિલાન્યાસ કર્યું. જયાં તેમણે જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે કંડલા પોર્ટ એશિયા નું મહત્વપૂર્ણ બંદર પોર્ટ છે. આ વર્ષમાં મોદીનો ગુજરાતમાં ત્રીજો પ્રવાસ છે ત્યારે આ વર્ષના અંતમાં ચૂંટણીઓ યોજાવાની હોવાથી તે પહેલા મોદી 7 એપ્રિલ ના રોજ ગુજરાત ના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે બોટાદમાં સ્ટેટ ગર્વમેન્ટની સૌની યોજના પ્રજોકટનું બીજા ફેઝ નું ઉદઘાટન કરેલ અને 8 માર્ચ ના ગાંધીનગર ગયા હતા. અને તેમણે મહિલા સરપંચો વચ્ચે ભાષણ આપ્યું હતું.
મંગળવારે પી.એમ. મોદી એએફ ડીબી સમૂહ આફ્રિકન ડેવલપમેન્ટ બેંક ગ્રુપ ની બેઠકનુ ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે ત્યારે આખો દિવસ ગાંધીનગર ખાતે રહેશે. પી.એમ. મોદી આ દરમિયાન 80 દેશોના ડેલીગેટસ સાથે મુલાકાત કરશે. તેમણે કચ્છ ખાતે જણાવ્યું કે 2001 માં ભૂકંપના કારણે તબાહી પછી કચ્છ આજે ભારતનું સૌથી ઝડપથી આગળ વધતો જિલ્લો છે. ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001 મા આવેલ ભૂકંપ દરમિયાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છ સૌથી વધુ પ્રભાવિત થયું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS