નરેન્દ્ર મોદી દેશમાં તાનાશાહી ચલાવે છે : મમતા

0
123

પશ્ર્ચિમ બંગાલ ની મુખ્યમંત્રી અને તૃણમૂલ પ્રમુખ મમતા બેનર્જી એ પી.એમ. નરેન્દ્ર મોદી ઉપર નીશાનો સાધતા જણાવ્યું કે મમતા નું જણાવવાનું છે કે નરેન્દ્ર મોદી સરકાર દેશ ના સંઘીય ઢાંચાને ધ્વસ્ત કરે છે. આ મુદ્દે તે રાષ્ટ્રપતિ ની સલાહ લેશે. મમતાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી દેશમાં તાનાશાહી ચલાવે છે મોદી સરકારે લોકોની આઝાદી છીનવી લીધી છે.
મમતા બેનર્જીએ શનિવારે રાજય સચિવાલય માં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે મોદી સરકાર દેશ ના સંવિધાનનો ઉલ્લંઘન કરે છે. તે રાજય સરકારના કામકાજો માં દખલગીરી કરે છે. આ મામલે અમો રાષ્ટ્રપતિની આગળ સલાહ માંગશું. મમતાએ જણાવ્યું કે સરકાર ને કેંદ્ર સરકાર પાસેથી એક ચિઠ્ઠી મળી છે એમાં કહેવાયું છે કે કેન્દ્ર પ્રયોજીત સ્કીમો માં કટૌતી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર રાજય સરકારને વિશ્ર્વાસમાં લીધા વગર જોર અને જબરજસ્તી થી આ નિર્ણય લેવા માંગે છે. કેન્દ્ર સરકાર સહયોગપૂર્ણ સંઘવાદની વાત કરે છે. પરંતુ તે એવા પ્રકારના પગલા લે છે મને સમજમાં નથી આવતું આ કેવો સંઘવાદ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS