પી.એમ. દ્વારા આજ સુધી કોઇ રજા લેવાઇ નથી: આર.ટી.આઇ. જવાબ

0
317

નવી દિલ્હી : પી.એમ. મોદી ની રજા ના અનુસંધાને એક આરટીઆઇ અરજી ના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોવીસ કલાક ફરજ બજાવે છે. તેમ પીએમઓ દ્વારા એક આરટીઆઇ ના જવાબમાં જણાવાયું હતું. અરજીમાં ભૂતપૂર્વ વડાપ્રધાનોની રજા વિષે પણ માહિતી માંગવામાં આવી હતી. તે રજાના કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી. આ અરજીમાં વડાપ્રધાનની રજાના નિયમોની પણ માહિતી મંગાઇ હતી. પરંતુ જવાબમાં જણાવાયું કે પી.એમ. દ્વારા રજા લેવાઇ નથી અને સતત વડાપ્રધાન મોદી ફરજ ઉપર જ રહે છે. આ અરજીમાં ભૂ.પૂ. વડાપ્રધાન મનમોહનસિંહ, વાજપેયી, દેવગૌડા, આઇ કે ગુજરાલ, નરસિંહરાવ, ચંદ્રશેખર, વી.પી.સિંહ, રાજીવ ગાંધી તેમણે પણ કોઇ રજા લીધી હતી કે કેમ ? તે રેકોર્ડ પણ જાણવા માંગ્યો હતો.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS