નર્મદે સર્વદે : પી.એમ. મોદી એ સૌની યોજનાનું સણોસરા ખાતે કર્યું ઉદઘાટન

0
165

રાજકોટ : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે પહોંચી ત્યાંથી સણોસરા કાર માં પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી આજી -3 ડેમ પર પહોંચ્યા હતા. પી.એમ. મોદીએ સૌની યોજના અંતર્ગત ડેમ સાઇટ ઉપરથી રીમોટ દ્વારા ડેમના ગેટ ખોલતાની સાથે આજી 3 ડેમમાથી નર્મદાનાં નીર આજી 4 માં નીર આવવાનું ચાલુ થયું હતું. નર્મદા અવતરણ ઇરિગેશન યોજના લિંક નું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું હ તું. આ યોજના 2012 માં વડાપ્રધાન મોદી દ્વારા જ કરી હતી. આજે તેમણે લોકાર્પણ કરી સભા નું સંબોધન કર્યું હતું. સભામાં અંદાજીત 1 લાખ જેટલું માણસ હજાર રહ્યું હતું. રાજકોટ થી 38 કિ.મી. સણોસરા ગામ ખાતે જર્મન ટેકનોલોજીથી વોટરપ્રૂફ ડોમ ઉભા કરાયા હતા. અંદાજીત આ યોજના 12 હજાર કરોડની છે. પી.એમ. મોદીએ બટન દબાવી આજી-3 નું પાણી આજી -4 માં છોડયું હતું. પી.એમ. મોદી સવારે વિમાન મારફતે જામનગર ખાસ વિમાનમાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સંસદસભ્યો હાજર રહ્યા હતા.

NO COMMENTS