પંજાબ માં ચૂંટણી પ્રચાર નો પ્રારંભ કરશે : પી.એમ. મોદી

0
69

સર્જિકલ સ્ટ્રાઇક પછી ભાજપ સંપૂર્ણ ચૂંટણીના મૂડમાં આવી છે ત્યારે યૂપીમાં રામલીલા દ્વારા રાજનીતિ ગરમ થયા બાદ પી.એમ. મોદી હવે મેગા રેલી દ્વારા અકાલી ભાજપા ગઠબંધન માટે પંજાબ વિધાનસભા ચૂંટણીનું બૂંગલ ફૂંકશે 1 નવેમ્બર થી લુધિયાણા માં મોદી ની મેગા રેલી નું આયોજન કરાયું છે.
રેલીને સફળ બનાવવા ભાજપ ના રાષ્ટ્રીય નેતા આગલા દિવસોમાં લૂધિયાણા પહોંચી જશે. સર્જિકલ સ્ટ્રાઇક પછી ભાજપને પંજાબમાં પણ કિલ્લો સુરક્ષિત દેખાઇ રહ્યો છે. અત્યાર સુધી ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામે ભાજપ ની હાલત નબળી હતી. મોદી 1 નવેમ્બરે લુધિયાણામાં મેગા રેલીને સંબોધન કરશે. 1 લાખ ઉપર માણસો ઉમટવા ની આશંકા દર્શાવાય છે. મોદી સાથે અકાલી દળ ના નેતા પણ મંચ ઉપર હાજર રહી શકે છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS