પી.એમ. મોદી જય શ્રી રામ નો નારો લગાવ્યો છે તો રામ મંદિર પણ બનાવી દો : ડો. તોગડિયા

0
95

ચૂંટણી ની મૌસમ આવી છે ત્યારે લખનઉ રામલીલા ખાતે મોદી દ્વારા પોતાના ભાષણની શરુઆત શ્રી રામ બોલીને કરી હતી. દશેરા ના તહેવારમાં એશબાગ માં પીએમ રામલીલામાં ભાષણનો પ્રારંભ શ્રી રામ બોલી ના નારા સાથે કરેલ છે ત્યારે વિ.હિ.પ. દ્વારા એવી માંગ કરાઇ છે કે હવે શ્રી રામ નો નારો લગાવ્યો છે તો રામ મંદિર પણ બનાવી દો.
2017 માં યૂપી માં યોજાનારા ચૂંટણી નો માહોલ માં જય શ્રી રામ નો સંદેશ થોડો દૂર સુધી જઇ શકે છે. ઉલ્લેખનિય છે કે જય શ્રી રામ નો નારો ભાજપ ને અયોધ્યા માં રામ મંદિર આંદોલન નો અવાજ એટલો બુલંદ હતો કે ભાજપ ધીરે ધીરે સતા હાંસીલ કરી શકી.
વિશ્વ હિંદુ પરિષદ ના ડો. પ્રવિણ તોગડિયાએ ટવિટ કરી જણાવ્યું કે હવે શ્રી રામ નો નારો લગાવ્યો છે તો મંદિર પણ કાનુન ને સાઇડ માં રાખી બનાવી દો. હાલમાં તો ભાજપ વાળા જય શ્રી રામ નો નારો પણ ભૂલી ગયા છે વિકાસ ના વાયદાનો નારો ચાલી રહ્યો છે ત્યારે રામ મંદિર ભૂલાઇ ગયું છે.

NO COMMENTS