પી.એમ. મોદી : લાઓસ-આસિયાન સંમેલન ના પ્રવાસે

0
58

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસિયાન અને પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બુધવારે લાઓસ જવા રવાના થયા હતા. બે દિવસીય લાઓસ પ્રવાસ પહેલા મંગળવારે રાત્રે મોદી એ જણાવ્યું કે ભારત દક્ષિણ એશિયાઇ દેશો સાથે ફિઝીકલ અને ડિજિટલ કનેકિટવિટી વધારવા ઇચ્છુક છે. સાથે એકબીજા લાભ માટે આધુનિક સમયમાં જોડાયેલી દુનિયા નો ઉપયોગ કરવા માગે છે. ભારત ના દક્ષિણ પૂર્વ એશિયા દેશો સાથે સંબંધ ઐતિહાસીક છે.
પોતાના પ્રવાસ પહેલા મોદીએ જણાવ્યું : આસિયાન આપણી એકટ ઇસ્ટ નીતિ નો મોટો ભાગીદાર છે. જે અમારા પૂર્વીય વિસ્તાર ના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ છે.
પી.એમ. મોદી લાઓસ ની રાજધાની વિયનતિયાને માં આયોજીત આસિયાન ભારત શિખર સંમેલન અને પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે એશિયા પ્રશાંત વિસ્તારમાં અવસરો ને લઇને વિચાર વિમર્શ કરવા માટે પૂર્વ એશિયા શિખર સંમેલન મુખ્ય પ્લેટફોર્મ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS