પી.એમ. મોદી 17 મી તારીખે જન્મદિવસ ગુજરાતમાં મનાવશે

0
69

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના 66 મો જન્મદિવસ પોતાની હોમ પીચ એટલે કે ગુજરાત રાજયમાં મનાવશે. તે જન્મદિવસના મોકા ઉપર પોતાની માતાના આશિર્વાદ લેશે. સાથો સાથ આદિવાસીઓ અને દિવ્યાંગો ની સાથે સમય વિતાવશે. છેલ્લા થોડા સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ત્રીજી યાત્રા ગુજરાત તરફ હશે. રાજયમાં આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે. પી.એમ. મોદી 17 સપ્ટેમ્બરે અમદાવાદ આવ્યા બાદ સૌ પ્રથમ ગાંધીનગર પોતાના માતા પાસે જશે. ત્યાં આશિર્વાદ લઇ પરિવાર ને મળશે. મોદીજી ના માતા હાલમાં પંકજભાઇ મોદી તેમના નાના ભાઇ સાથે ગાંધીનગર માં રહે છે. ત્યારબાદ દાહોદ જિલ્લામાં એક સિંચાઇ યોજનાનો પ્રોજેકટનું ઉદઘાટન કરશે. અને ત્યારબાદ એક રેલીને સંબોધશે. બાદમાં નવસારી ખાતે યોજાનાર કાર્યક્રમમાં જશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS