પી.એમ. મોદી 30 મી એ ગુજરાતમાં સૌની યોજના નું લોકાર્પણ

0
154

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટના રોજ ઘણા સમય પછી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત રાજયમાં અપૂરતા વરસાદ અને પાણીની કટોકટી ને ધ્યાને લઇ સરકારી યોજના સૌની સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ યોજનાનું લોકાર્પણ કરશે. રાજકોટ, મોરબી, જામનગર ને જોડતા આજી ડેમ પાસે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. 10 હજાર કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજના ની જાહેરાત મોદી એ કરેલ હતી. આ મુલાકાત હમણાં જ બીજી હશે. અગાઉ પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા ત્યારે સાળંગપુર ખાતે પધારેલ હતા.
સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરવા માટેની સૌની યોજના શુભારંભ સમારોહમાં ઉદઘાટક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, ઉપ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, નાનુભાઇ વાનાણી-મંત્રી શ્રી,
તારીખ : 30-08-2016-મંગળવાર
સમય : સવારે 10.00 કલાકે
સ્થળ : હોટલ સર્વોતમ પાછળ, આજી-3 ડેમ જવાના રસ્તા ઉપર, રાજકોટ જામનગર સ્ટેટ હાઇવે

(સુત્રોમાંથી)

NO COMMENTS