બે નરેન્દ્રભાઇ : પી.એમ. નરેન્દ્રભાઇ મોદી અને બિઝનેસમેન નરેન્દ્રભાઇ સોની સમાનતાઓ

0
86

(સૌજન્ય : ચિરાગભાઇ ધામેચા-રાજકોટ)
વિશ્વમાં એકસમાન દેખાતી કુલ 6 વ્યકિતઓ હોવાનો દાવો કરવામાં આવે છે એટલે દરેક વ્યકિતને તેના જેવી જ દેખાતી અન્ય પાંચ વ્યકિત આ દુનિયામાં કોઇક ખૂણે ભેગી થઇ જાય છે. આ વાતમાં હકીકત છે આ બનાવ 66 વર્ષ પહેલા બન્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 17 સપ્ટેમ્ાબર 1950 માં જન્મયા અને આ જ દિવસે એક વ્યકિતનો જન્મ પણ થયો હતો જેમના નામથી માંડીને ઉંચાઇ,કદ, વજન, દેખાવ, અને આદતો બધું જ મોટાભાગે મળતું આવે છે. તેમનું નામ છે નરેન્દ્રભાઇ સોની, બંને વ્યકિત ની સમાનતા ની નોંધ અનબિલીવેબલ સિમેલારીટી ક્રિએટેડ બાય ગોડ તરીકે લિમ્કા બુકિ ઓફ રેકોર્ડમાં નોંધ લેવાણી છે.
આ બીજા નરેન્દ્રભાઇ સોની જવેલરી બિઝનેશ સાથે સંકળાયેલા છે. બન્ને નરેન્દ્રભાઇ વચ્ચે સમાનતાઓ છે. બન્નેના નામ સરખા છે, માતાના નામ હિરાબેન છે. ગુજરાતના વડનગરમાં જન્મેલા નરેન્દ્રભાઇ મોદી, અને ગુજરાતના ધાંગધ્રામાં જન્મેલા નરેન્દ્રભાઇ સોની વચ્ચે કોઇ લોહીનો કે પારિવારીક સંબંધ નથી. બન્નેના અમેરિકાના વિઝા નકારાણા હતા. બન્ને વચ્ચે સમાનતા હોવાથી ઘણા લોકો તેમને પ્રસંગોપાત નરેન્દ્રભાઇ સમજી બેસે છે.
બન્ને વચ્ચે શું સમાનતા છે ?
નરેન્દ્ર મોદી જન્મ તારીખ : 17-9-1950
નરેન્દ્ર સોની જન્મ તારીખ : 17-9-1950
નરેન્દ્ર મોદી જન્મ સ્થળ : વડનગર ગુજરાત
નરેન્દ્ર સોની જન્મ સ્થળ : ધાંગધ્રા ગુજરાત
નરેન્દ્રભાઇ મોદી રાશી : વૃશ્વિક
નરેન્દ્રભાઇ સોની રાશી : વૃશ્વિક
નરેન્દ્રભાઇ મોદી અટકના અક્ષરો : બે-મોદી
નરેન્દ્રભાઇ સોની અટકના અક્ષરો : બે-સોની
નરેન્દ્રભાઇ મોદી માતાનું નામ : હીરાબેન
નરેન્દ્રભાઇ સોની માતાનું નામ : હીરાબેન
નરેન્દ્ર મોદી બ્લડ ગ્રુપ : એ પોઝીટીવ
નરેન્દ્રભાઇ સોની બ્લડ ગ્રુપ : એ પોઝીટીવ
નરેન્દ્ર ભાઇ મોદી વજન : 90 કિલો
નરેન્દ્રભાઇ સોની વજન : 90 કિલો
નરેન્દ્ર ભાઇ મોદી પ્રિય ખોરાક : ખીચડી ભાખરી
નરેન્દ્રભાઇ સોની પ્રિય ખોરાક : ખીચડી ભાખરી
નરેન્દ્ર ભાઇ મોદી વાળનો કલર : સફેદ
નરેન્દ્રભાઇ સોની વાળનો કલર : સફેદ

NO COMMENTS