વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિનચર્યા..

0
1198

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસમાં માત્ર 18 કલાક કામ કરે છે. તે દરેક કામને નજીકથી ધ્યાન આપે છે. તે દરેક ક્રિયા-પ્રતિક્રિયા ઉપર પોતાની નજર રાખે છે. આટલા ટાઇટ શેડયુઅલ વચ્ચે પણ તે યોગ કરવાનું ભૂલતા નથી. વહેલી સવારે 4 વાગ્યે ઊઠી તેમના નિત્યક્રમ મુજબ સુર્યનમસ્કાર, પ્રાણાયામ, યોગ કરે છે. તે તેમની તંદુરસ્તી અને સ્ફૂર્તીનું કારણ માત્ર યોગ જણાવે છે. તેમનું યોગ-પ્રાણાયામ પૂર્ણ થયા બાદ સવારે 8 કલાકે આદુવાળી ચા પીવે છે. ચા ની સાથે તમામ વર્તમાનપત્રો ગુજરાતી-ઇંગ્લિશ જરૂર વાંચે છે. સમાચારપત્રોની નકારાત્મક અને હકારાત્મક બન્ને બાજુ તે જુએ છે. બાદમાં ચાની સાથે હલકો ખાખરા જેવો નાસ્તો કરે છે. બાદમાં 9.00 કલાકે તેમની ઓફિસ સાઉથ બ્લોક, 7 રેસકોર્સ ખાતે ચાલીને જાય છે. ઓફિસમાં જતાવેંત ફાઇલો, રીપોર્ટ, મીટીંગો પૂર્ણ કરે છે. બાદમાં 11.30 કલાકે ભોજન લે છે. જેમાં બપોરના ભોજનમાં ખીચડી-કઢી, ભાખરી,ખાખરા, ઉપમા જેવું સાદું ભોજન કરે છે. આ ભોજન તેમનો ખાસ રસોયા દ્વારા તૈયાર કરાય છે. બાદમાં રાત્રિના 10.00 કલાકે ભોજન લે છે. ભોજનની સાથે ટી.વી. પણ જુએ છે. બાદમાં રાત્રિના 1.00 વાગ્યા સુધી ટેલિફોનીક ચર્ચા તેમજ મુલાકાતો ઉપર ધ્યાન આપે છે. તેમનો સરેરાશ સુવાનો સમય 1.00 વાગ્યાનો છે. અને માત્ર તેઓ 4-પ કલાકની જ ઉંઘ લે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાંચવું અત્યંત પ્રિય છે. તેઓ નાનપણથી જ વાંચવાનો શોખ ધરાવે છે. તેમણે તેની જીંદગીમાં સૌથી વધુ પુસ્તકો સ્વામિ વિવેકાનંદના વાંચ્યા છે. હાલમાં સમય ન મળતો હોવાથી તે પ્રવાસ દરમિયાન વાંચવાનું ચૂકતા નથી.

(સુત્રોમાંથી)

NO COMMENTS