ધુઆ…ધુઆ…ધુઆ…ઔર..ધુઆ

0
46

(પ્રિતી ધોળકીયા-મુંદ્રા,કચ્છ) prit.bhavik@gmail.com
દિલ્હીમાં ડિઝલ પેટ્રોલથી ચાલતા વાહનોથી માંડીને પંજાબ, હરિયાણામાં પાક લણી લીધા પછી બાકી રહેલું ભુસું સળગાવવાના કારણે થયેલા ધુમાડા જેવા પરિબળોને લીધે વાતાવરમમાં ધુમાડો અને ધુમ્મસ પેદા થાય છે. આ સ્મોકના વાતાવરણમાં તરતા જુદા જુદા કદના કણોમાંથી કેટલાક સીધા શ્ર્વાસ વાટે ફેફસામાં પહોંચે છે. અને લોકોના શ્ર્વસન તંત્રને હાની પહોંચાડે છે. પાટનગર માં જ દિલ્હીના મુખ્ય મંત્રીથી માંડીને દેશના વડાપ્રધાન સહિતના સૌ કોઇ વસે છે. સુપ્રિમ કોર્ટે પણ દિલ્હી માં છે ને પર્યાવરણની ચિંતા કરતી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ પણ ત્યાં જ છે. સંસ્થાઓ ચીમકીઓ આપે છે. ઉપયો સૂચવે છે. હેલિકોપ્ટર ફકત વીવીઆઇપીઓને ફરવા માટે જ છે. તેના વડે પાણી છાંટીને સ્મોગ બેસાડતા તમને શું થાય છે ? આવા કડવા ઠપકા પણ સંસ્થાને આપે છે. પરંતુ પર્યાવરણનો પ્રશ્ર્ન કોઇ પક્ષનો નહીં. પણ સમસ્ત રાષ્ટ્રનો છે. આજે જે હાલત દિલ્હીની છે તે આવતીકાલે બીજે કયાંય ની પણ થઇ શકે છે. પર્યાવરણ જેવા મુદા ટેકનોલોજિકલ ઉકેલ તથા સરકાર સમાજના સહિયાર પગલા માગે છે. આ મુદ્ે દોષનો ટોપલો એકબીજા પર થોળીને પ્રદૂષણના નવા વિક્રમ સર્જાય છે.
થોડા વર્ષ પહેલા ઇન્ટરનેટ પર એક તસવીર ફરતી થઇ હતી તેમાં જાહેર સ્થળે મૂકેલા એક વિશાળ ટીવી સ્ક્રીનના આથમતા સૂરજનું ચિત્ર દેખાતું હતું. એ તસવીર તો મનોરમ્ય હતી. પણ તસવીરની સાથે કરાયેલા દાવો ખતરનાક હતો. ચીનના પાટનગર બેજિંગમાં પ્રદૂષણ ની માત્રા એટલી વધી ગઇ હતી કે લોકોને સૂરજ જોવા મળતો ન હતો. એટલે થળે ટીવી સ્ક્રીન મુકવામાં આવ્યા હતા. જેથી લોકો ઉગતા આથમતા સૂરજને જોઇ શકે. થોડા ઉંડાણમા ઊતર્યા પછી જાહેર થયું કે આ તસવીર સાથે સંકળાયેલી કરુણ કથા ખોટી હતી. એ કથા બેજિંગના સંદર્ભે અતિશયોકિતભરી હોઇ શકે પણ તેની સાથે આવતો પ્રદૂષણની ભયજનક માત્રાનો સંદેશ ચાસો હતો. એ વખતે એવું આશ્ર્વાસન લેવાનો મતબલ ન હતો કે આ બધું તો ફકત ચીન માં જ હોય કારણ કે, વષોથી ભારતની રાજધાની દિલ્હી સૌથી વધૂ પ્રદૂષિત વિસ્તારોમાં ગણના પામતી રહી છે. ભારત અને ચીન જેવા દેશોમાં પ્રદૂષણની માત્ર સામાન્ય કરતા વધારે હોવાનો તર્ક પણ છે. આ બંને દેશો વિકસિત નહીં પણ વિકાશશીલ છે. ત્યાં મધ્યમવર્ગ માં મોટા પાયે વધારો થઇ રહ્યો છે. આ વર્ગ વધુ ને વધુ માત્રામાં દ્વિચકી અને શહેરીકરણને પહોંચી વળવા માટે વધુ પ્રમાણમાં વીજળીની જરુર પડે છે. તેના માટે વીજ ઉત્પાદક પ્લાન્ટ નાખવા પડે છે. એ પ્લાન્ટમાં કોલસો કે ઓઇલ જેવું બળતણ વપરાય છે. જે સરવાળે પ્રદૂષણ પેદા કરે છે.

NO COMMENTS