પ્રદુષણ વિશ્વનું દુષણ

0
1269

અન્વી ત્રિવેદી- અમદાવાદ

પ્રદુષણએ હવામાં ફેલાતું એવું રજકણ છે જેનાથી વાતાવરણમાં અસ્થિરતા, મંદવાડ કે અવ્યવસ્થા થાય છે જે ઇકોસિસ્ટમ માં ફેલાય છે. જો આપને પ્રો ગૌતિહાસિક એટલે કે પથ્થરયુગ ની વાત કરીએ તો પ્રારંભિક કાળમાં જયારે અગ્નિ પેટાવવાની શોધ થઇ હતી ત્યારથી મનુષ્ય પર્યાવરણને કોઇને કોઇ રીતે અસર કરી રહ્યો છે. ત્યારબાદની પ્રાચીન સંસ્કૃતિમાં મેસોપો ટિમિયા, ઇજિપ્ત, ભારત, ચીન, પર્સીયા, ગ્રીસ અને રોમ જેવી પ્રથમ આધુનિક સંસ્કૃતિમાં બનાવટી ધાતુ તૈયાર કરવા માટે પાણીનો વપરાશ વધવા લાગ્યો અને લાકડામાંથી તેમજ કોહવાયેલી વનસ્પતિમાંથી બળતણનું પ્રમાણ વધવા લાગ્યું. અને ધાતુનું બળતણ હવામાં પ્રદુષણનું પ્રમાણ વધારવા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી હવામાં પ્રદુષણનું પ્રમાણ વધવા લાગ્યું. પરંતુ હજુ સુધી ઇકોસિસ્ટમ પર કોઇ વિક્ષેપ પડયો ન હતો.
મધ્યકાલીન યુગના અંતમાં વસ્તીમાં વધારો થવા લાગ્યો અને ખાસ કરીને લોકો વધુ નાણા કમાવવા શહેરમાં આવવા લાગ્યા પરિણામે શહેરની વસ્તી વધવા લાગી. તેથી કેટલાક વિસ્તારમાં વાયુ પ્રદૂષણ અને આરોગ્યને લગતી સમસ્યા ઊભી થવા લાગી. ધીમે ધીમે વધી રહેલી વસ્તી અને ઉદ્યોગો ના ફેલાવાને કારણે આજુ બાજુ વિકસી રહેલી સંસ્કૃતિ અને પર્યાવરણ ઉપર અસર થવા લાગી. તમે નહિં માનો કે પ્રદુષણ અંગે 9 થી 13 સદીમાં ગ્રંથ લખાયેલા છે. ઇંગ્લેન્ડના કિંગ એડવર્ડ પહેલાએ લંડનમાં દરિયાઇ કોલસાના દહન ના કારણે ફેલાતા ધુમાડાને કારણે કોલસાનું દહન કરવા પર પ્રતિબંધ મુકયો હતો. એ સમયથી પ્રદુષણ ચાલતું આવે છે. હવે પ્રદુષણે બધાને બાનમાં લઇ લીધા છે. તેમાંથી બહાર નીકળવું હવે બહુ અસંભવ થઇ ગયું છે. પ્રદુષણ જેટલું નાનું નામ છે તેટલો જ વિશાળ ગંભીર મુદ્દો છે. કારણ કે પ્રદુષણ એ અત્યારે વ્યકિત અને પ્રાણીઓના આરોગ્ય માટે હાનિકારક છે.
હજુ જો આ મુદ્દે ગંભીરતા નહીં આવે તો આગળ જતા આ મુદ્દો એક વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવીન નહીં.
પહેલા તો આપણે જાણીએ પ્રદુષણ એટલે શું ?
વાતાવરણમાં અલગ અલગ રીતે કચરો સામગ્રી છે. તે આપના ઇકોસિસ્ટમ અને પર્યાવરણ ના સંતુલનનો ભંગ કરે છે. ગ્લોબલ વોર્મિંગ અને માનવ માંદગી માટે પાયો નાખે છે. કહી શકાય કે આપણા આધુનિક જીવનમાં વિકાસની સાથે સાથે પ્રદૂષણ ના વિવિધ પ્રકારો છે જેમ કે હવા,પ્રકાશ અવાજ એટલે કે ધ્વની પ્રદુષણ ! આ બધા જ પ્રદુષણની માનવજીવન ઉપર ગંભીરથી અતિ ગંભીર અસર થાય છે.
હવાનું પ્રદુષણ :
હવામાંથી ફેલાતું પ્રદુષણ સૌથી ખતરનાખ છે. હવામાં પ્રદુષણ થવા પાછળના કરાણો છે ધુમાડો, ફેકટરીના ધુમાડા, કોલસાનું બળતણ, જે હવામાં સલ્ફર ડાયોકસાઇડ અને જોખમી ગેસ છોડે છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગને નોતરવામાં આવે છે. વરસાદની અનિયમિતતા, દુષ્કાળના એંધાણ, ઋતુચક્રમાં ફેરફાર, એ બધુ જ ગ્લોબલ વોર્મિંગ ના આભારી ીછે. હવામાં દરેક પ્રકારના પ્રદૂષણ ફેલાતા ફેફસામાં ઇન્ફેકશન, અસ્થમા, કેન્સર જેવા રોગોમાં વધારો થાય છે. છેલ્લા થોડા સમયમાં ફેફસાના રોગોમાં 7 થી 8 ટકાનો વધારો નોંધાયો છે.
સામાન્ય રીતે આપણે માનતા હોઇએ છીએ કે આપણે ઘરની બહાર નીકળીએ તોજ આપણે પ્રદુષણની સમસ્યા નડશે ! પરંતુ ઘરગથ્થું હવા પ્રદૂષણ પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. ચુલાના કારણે, કોલસાના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. ખાસ કરીને ગામડામાં ચુલા પર રસોઇ બનાવવામાં આવે છે તેના કારણે હવામાં પ્રદૂષનું સ્તર ઊંચુ હોય છે. અંદાજીત લાખો પરિવારો માંદગીમાં સપડાય છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2010 માં આશરે 4 મિલિયન લોકો ઘરમાં ફેલાતા પ્રદૂષણના કારણે મૃત્યુ પામ્યા હતા.
આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ખુબજ જોવા મળે છે ત્યાં અરવિંદ
કેજરીવાલા સરકાર દ્વારા વાહનોમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા અપનાવી છે. દિલ્હીમાં એવો સર્વે આયો હતો કે હવામાં પ્રદુષણને કારણે દિલ્હીના બાળકો અસ્થમાનો શિકાર બની રહ્યા છે. આ માટે દિલ્હી સાથે આપણે પણ પ્રદુષણ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ.
હવાને શુદ્ધ કરવામાં વૃક્ષો મહત્વનો ભાગ ભજવે છે. વૃક્ષો વાવવાની વાતો તો આપણે બધાના મુખે સાંભળીએ છીએ. પણ કેટલાક લોકો ખરા અર્થમાં વૃક્ષો વાવે છે ? અને એકવાર છોડ વાવ્યા પછી તેની કાળજી લેવામાં આવતી નથી. શું માત્ર છોડ વાવવાથી આપણી જવાબદારી પૂર્ણ થઇ જશે. જો દરેક લોકો પોતાનું વાહન છાંયડામાં પાર્ક કરવું ગમશે પરંતુ વૃક્ષ વાવવું નહીં ! જયારે માણસ સિગ્નલમાં તડકામાં ઉભો રહે છે ત્યારે ઝાડનો છાયડો શોધે છે અને જયાં ઝાડ મળે ત્યાં ઉભો રહે છે. પણ જો રસ્તાની વચ્ચે ઝાડ આવતું હસે તો કાપી નાખશે !
દિલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ કેફિયતનામાં માં કબુલાત કરી કે વડોદરા, મોરબી, રાજકોટ અને અંકલેશ્ર્વર જેનો ગુજરાતની મોસ્ટ પોલ્યુટેડ શહેરોની યાદીમાં સમાવેશ થાય છે.પ્રદુષણનું પ્રમાણ કેવી રીતે નકકી થયું હશે ?
હવામાં રહેલા સલ્ફર ડાયોકસાઇટ,નાઇટ્રેટ ઓકસાઇડ, વોલેટાઇલ, ઓર્ગેનીક કમ્પાઉન્ડ, બેન્ઝીન, ટોલ્યુસન હેવી મેટલ્સના જેવા તત્વો કેટલા પ્રમાણમાં છે તેને આધારે પ્રદૂષણનું પ્રમાણ નકકી થાય છે. સામાન્ય રીતે હવામાં મેટલ (પી.એમ.) પી.એમ. 10-25 ને વિભાજીત કરવામાં આવે છે. પી.એમ. 10 એટલે એવો કચરો જે શ્ર્વાસોચ્છોશ્ર્વાસમાં નાકમાં રોકી જાય છે. અને પી.એમ. 25 એટલે કે ફેફસામાં જાય છે. અને આરોગ્ય માટે હાનિકારક હોય છે. નેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે પાર્ટિકયુલેટ મેટલ પી.એમ. 10 નું પ્રમાણ 60 હોવું જોઇએ અને પી.એમ. 25 નું પ્રમાણ 40 જોઇએ.
પ્રદુષિત હવા શ્ર્વાસમાં લેવાથી શ્ર્વસનતંત્રના રોગો થાય છે તેમજ આંખ,ચામડી,વાળના રોગો થાય છે. ભારત જેવા દેશમાં ઉદ્યોગો બંધ કરવા પોષાય તેમ નથી વળી વસ્તીના વધારા સાથે વાહનોની સંખ્યા પણ વધી રહી છે. આથી હવાને પ્રદુષિત કરતા મુખ્ય બે પરિબળોને નાથવા મુશ્કેલ છે. તેમ છતાં સરકાર આપણી ફરજ છે કે પ્રદુષણ વધતા અટકાવીએ.
– પાણીનું પ્રદુષણ :
કુદરતે અનેક સર્જનો કર્યા છે. જેમાં જળ એ એક પર્યાવરણનો ઘટકોમાં મહત્વનું અંગ છે. જળ એ જીવન છે. જળનું મહત્વ એક તરસ્યા વ્યકિતથી વધારે કોઇ સમજી ન શકે ! જીવનમાં જળનો ઉપયોગની યાદી લાંબી છે. જયારે પાણીની પ્રાપ્તિનો મૂળ સ્ત્રોત પૃથ્વ પર વૃષ્ટિ છે. અને આપણે જાણીએ છીએ કે દર વર્ષે એક સરખો વરસાદ થતો નથી તો આવા નબળા સમયને આપણે પહોંચી વળવું પડે છે. અર્થશાસ્ત્રમાં વસ્તુને અને આર્થિક વસ્તુ એવા પ્રકારો પાડવામાં આવ્યા છે તેમાં પાણીને મુકત વસ્તુ ગણાય છે. તેથી પાણી સાવ મફતમાં મળવું જોઇએ તેવી માન્યતા બંધાણી છે. અને લોકો તેનો દુરુપયોગ કરવા લાગ્યા છે. તેને વેડફવા લાગ્યા છે. આજ પાણીમાં પ્રદુ ષણ જોવા મળે છે આજ જાળ ને અનેક રીતે પ્રદુષિત કરવામાં આવે છે. દેશના ભુગર્ભ જળમાંથી 33 ટકા માનવ માટે પીવાલાયક પાણી નથી ! જયારે ગુજરાત રાજયના 21 જિલ્લામાં ભૂગર્ભજળમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે. જળપ્રદુષણ સમસ્યામાં સૌથી મોટી અને મહત્વનો પ્રશ્ર્ન શુદ્ધ પાણીનો છે !
અત્યારે ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા પ્રદુષિત પાણીમાં એસિડ, ઝેરી રસાયણો, ચામડા ઉદ્યોગ દ્વારા ઉત્પન થતા કાર્બેનિક સંયોજન સાથેના પ્રદૂષિત તત્વો ભળવાથી પાણીને અશુદ્ધ બનાવે છે. ખનીજતેલ, રીફાઇનરી ઉદ્યોગ દ્વારા પ્રદૂષિત પાણી જળાશયો તેમજ નદી કે સમુદ્રમાં ઠલવાય છે.
ગુજરાતની 20 નદીઓમાં પ્રદુષણ ફેલાયેલું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાહેર કરવામાં આવેલા રીપોર્ટમાં ગુજરાતની નર્મદા, મહીસાગર, તાપી ને બાદ કરતા બાકીની મોટાભાગની નદીઓ સુકી ભઠ જોવા મળે છે. આ નદીઓમાં પ્રદુષણની માત્રા વધુ છે. નદીઓમાં કચરો ઠલવાય છે. મૂર્તિઓનું વિસર્જન થાય છે. આવી રીતે આખું વિશ્ર્વ પ્રદુષણના ભરડામાં સપડાતું જાય છે.
– ધ્વની પ્રદૂષણ :
ધ્વનીનું માન્ય ધોરણ દિવસમાં પ0 ડેસીબલ અને રાત્રે 45 ડેસીબલ હોવું જોઇએ પણ દિવસ દરમિયાન તમારી એવી કઇ પ્રવૃત્તિઓ છે કે જે માન્ય ધોરણને તોડે છે ? – ઘણાને કાના માં ગીતો સાંભળવા કે ગાડીમાં મોટા અવાજે ગીતો સાંભળતા વાહન ચલાવવાની ટેવ હોય છે જે આ માન્ય ધોરણ તોડે છે.
– ઘણા લોકો મોટેથી હોર્ન વગાડવાની ટેવ હોયછે. ફૂલ સ્પીડે જવાની અને કામ વગર હોર્ન વગાડવાની અત્યારે ફેશન છે. તેનાથી જ લોકો ધ્વની પ્રદુષણ ફેલાવે છે.
– મશીનો અવાજ ઘોંઘાટીયું વાતાવરણ આ બધા જ કારણોથી ધ્વની પ્રદૂષણ ફેલાય છે. એ સિવાય અમુક તહેવારોમાં દિવાળી જયારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે ધ્વનિનું એ માન્ય ધોરણથી કોશો દૂર જતા રહીએ છીએ. દિવાળીમાં 80 થી 100 ડેસીબલ સુધી પ્રદુષણ પહોંચી જાય છે. નવરાત્રીમાં પણ મોટા સ્પીકરો ચલાવાથી એક જાતનું ધ્વની પ્રદુષણ ફેલાય છે.
શહેરમાં સવારે 9 થી 10 અને બપોરે 2 થી 3 અને સાંજે 6 વાગ્યાથી વધારે ટ્રાફિક જોવા મળે છે ત્યારે ઝીબ્રા ક્રોસિંગ પર ઉભેલા લોકોને લાઇટની સાથે અવાજ પ્રદૂષણ નો પણ સામનો કરવો પડે છે. વાહનચાલકો જાણે કોઇ હરિફાઇમાં હોય તેમ ઘોંઘાટ વાળા હોર્નનો મારો કરે છે. વધુ ડેસીબલ કર્કશ વાળા હોર્ન માણસને હચમચાવી નાખે છે. ધ્વની પ્રદૂષણથી લોકોને અનિંદ્રા, ચિડીયાપણું, હાઇપરટેન્શન નો ભોગ બને છે આખરે તો માણસ જ માણસનો દુશ્મન બની રહ્યો છે !
– પ્રકાશ પ્રદુષણ :
પ્રકાશ દ્વારા ફેલાતું પ્રદુષણ માનવ જીવનમાં લાંબાગાળે હાની પહોંચાડે છે. રાત્રે વધુ પડતી લાઇટ એ વાયુ પ્રદુષણમાં વધારો કરે છે. રાત્રી દરમિયાન કુદરતી પ્રક્રિયાથી હવા સ્વચ્છ થતી હોય છે. પરંતુ લાઇટનો પ્રકાશ તેમાં અવરોધ પેદા કરે છે. રાત્રી દરમિયાન વપરાતી હેલોઝન જેવી લાઇટોથી રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના પગલે રાત્રે ચોખ્ખી હવામાં અવરોધ આવે છે. રાત્રે વાહનોમાંથી તેમજ માનવ સર્જીત સાધનોમાંથી નીખળતા રસાયણોના કણો હવામાં ભળે છે. અને આ પ્રક્યિા મોટા ભાગે રાત્રીના જ થતી હોય છે. લાઇટો સુરજના પ્રકાશ કરતા એક હજાર ગણું ઓછું તેજ ધરાવે છે તેથી રાત્રી દરમિયાન લાઇટો હવાને ચોખ્ખી કરવાનું કાર્ય મંદ પડી જાય છે. પ્રકાશના કિરણો આકાશ તરફ જવાના બદલે પૃથ્વી ઉપર ફેલાય જાય છે. આકાશમાં ભળતા પ્રકાશની માત્રામાં ઘટાડો કરી શકાય ! આમ કરવાથી પ્રદુષણ પર પડતી અસરમાં ઘટાડો કરી શકાય.

આપણે પ્રદુષણ પર્યાવરણ વિદ્ એવા મહેશભાઇ પંડયા
પાસેથી જાણીએ તેઓ શું કહે છે ?
પ્રદુષણ માત્ર માનવી માટે જ નહીં પણ સમસ્ત જીવ સૃષ્ટિ માટે ખતરનાક છે. ચામડીના રોગો, પાણીજન્ય રોગો, કેન્સરમાં, શ્ર્વાસમાં તકલીફ, આંખો,કાન, ગળા વગેરેમાં ગંભીર નુકશાની થઇ શકે છે.
પ્રદુષણ ઘટાડવા માટે પર્યાવરણીય કાયદાઓને કડકાઇ થી અમલી કરાવવું પડે તેમજ પ્રદુષણ નિયંત્રણની પદ્ધતિઓને સજજ કરવી પડે.
નગરપાલિકાઓ દ્વારા ચલાવવામાં આવતા સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ નિયમ મુજબ ચલાવવા પડશે. સર્વોચ્ચ અદાલતના નિર્દેશો મુજબ શાળઓમાં પર્યાવરણ શિક્ષણ માધ્યમોમાં પર્યાવરણ જાગૃતિ લાવવી પડે લોક ઝુંબેશ ચલાવવી પડશે. કોઇપણ ઉદ્યોગ કે નવા પ્રકલ્પો લાવતા પહેલા પર્યાવરણીય પ્રશ્ર્નો ઊભા થશે અને તેને નિવારવા શું કરવું જોઇએ તે પહેલીથી જ નકકી કરવું જોઇએ. ટેકનોલોજી ને સુધારવી પડશે કોઇપણ પ્રોજેકટ નાખતા પહેલા પર્યાવરણીય નુકશાનીનો અંદાજ માંડવો પડશે. લોકો સાથે મસલત કરીને જ પ્રોજેકટો લાવવા જોઇએ તો ઉકેલો પણ લોકો જ આપશે. લોકો ને પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કરવા તાલીમ આપવી જોઇએ. સોશિયલ ઓડિટ માટે તૈયાર કરવા જોઇએ. મહેશભાઇ ના મત મુજબ લોકોમાં જાગૃતિ લાવવી પડશે. પ્રદુષણએ પર્યાવરણની જાળવણી ન થવાથી જ અસ્તિત્વમાં આવે છે. ગ્લોબલ વોર્મિગ એ પણ પર્યાવરણની જાળવણી નહીં થવાના કારણે જ અસ્તિત્વમાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ એ શબ્દ થોડો સમય પહેલા નકામો લાગતો હતો. અને અત્યારે અચાકનથી ગ્લોબલ વોર્મિગની સમસ્યા ગ્લોબલી જોવા મળે છે. અત્યારે જયારે તાપમાન 50 ડિગ્રી ઉપર પહોંચતું જાય છે. ત્યારે સમજાય છે અત્યારે શિયાળા માં વરસાદ પડે છે. વારંવાર ભૂકંપ, સુનામી, વાવાઝોડું આવે છે ત્યારે સમજાય છે કે આ કોઇ ગપ્પા કે અતિશયોકિત ન હતી. દુનિયામાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદની ઘટના બનતી હોય છે. સનબર્નની સમસ્યા ઓસ્ટ્રેલીયામાં જોવા મળે છે. વાવાઝોડા અમેરિકામાં આવે કે પછી એવું વિચારતા હતા કે ભૂકંપ તો જાપાનમાં જ આવે એટલે આપણને કયાં વાંધો છે ? પરંતુ જોયું ને ભારતમાં પણ હવે ભૂકંપ વારંવાર આવે છે. ધરતીને ધ્રુજાવી નાખે છે. બાકીની કુદરતી હોનારતની રાહ જોઇને બેઠા છો ? પછી એવું લાગે છે કે આપણા ઉપર તો ભગવાનના ચાર હાથ છે.. આપણે તો મોજ કરો…!
આપણા ધર્મગ્રંથોમાં નદીને માતા અને પીપળાને પિતૃ એમજ નથી કહ્યા ? આપણા વડલાઓને ખબર હતી કે આપણે પુણ્ય માટે ગંગા સ્નાન કરીશું ! પિતૃદોષ નિવારણ માટે પીપળે પાણી રેડીશું ! પણ આપણી સમજણથી કુદરતનું ધ્યાન નહીં રાખાએ. કુદરતને સાચવવા માટે ધર્મગ્રંથોના આપણે પ્રલોભનો આપ્યા છે આપણે શરમાવું જોઇએ..! પર્યાવરણને બચાવવા માટે ઝંડા લઇને રોડ પર ઊભા રહેવાથી કશું જ નહીં થાય ઝાડની છાયા નીચે બેસશો ત્યારે ખબર પડશે કે આપણે પર્યાવરણે બચાવવાની કેટલી જરૂર છે. શકય તેટલા નાના નિયમોનું પાલન કરીએ તો પણ ઘણું છે.
– જેમ કે પ્લાસ્ટીકની બેગ ન વાપરીએ કાપડની બેગ વાપરીએ, ફેશનેબલ કાપડની બેગ પણ બજારમાં મળે છે. તમારી ફેશન માટે પર્યાવરણને દાવ પર ન લગાવો.
– જાહેર રસ્તા પર પાન મસાલા કોગળા ન કરીએ, બને તો પાન મસાલા જ ન ખાઇએ
– કાન ફાટી જાય તેવા હોર્ન ન વગાડીએ, હોર્ન ના બદલે બ્રેક છે જ..
– ઘરની આસપાસની જગ્યામાં ઝાડ, છોડ ઉછેરીએ, ધરમાં નાના બાળકોને ઝાડ વાવવાની ટેવ પાડીએ.
– બગીચામાં માત્ર પીકનીક કે પ્રેમ કરવા માટે જતા નથી.બીજું કંઇ નહીં તો ખાસ ઘાસ ખેંચ્યા વગર વાતો કરી શકાય છે.
આપણે સામાન્ય રીતે કહીએ છીએ 5 જુને પર્યાવરણ દિવસની ઉજવી કરીએ છીએ. આ દિવાળીનો તહેવાર, વેલેન્ટાઇન ડે નથી કે આ દિવસો જલસા થાય. પર્યાવરણી સમસ્યા એક ગંભીર સમસ્યા છે આ દિવસની ઉજવણી શાની..?

NO COMMENTS