વરસાદના અભાવે પાણીની કેનાલો ખાલી

0
63

(શાંતિલાલ મેવાડા- માધવપુર)

માધવપુર પંથકમાં ગતસાલની જેમ આ વર્ષે પણ ખુબજ ઓછો વરસાદ પડવાથી પાણીના અભાવે પાણીની કેનાલો પણ ખાલીખમ ભાસી રહી છે :
ઓછા વરસાદના લીધે પીવાના પાણીની પણ વિકટ સમસ્યા ઉભી થવાની પુરતી શકયતા

પોરબંદર તાલુકાના આવેલા માધવપુર ઘેડ પંથકમાં ગયા વરસની જેમ ઓણસાલ પણ ખુબજ ઓછો વરસાદ પડવાથી માધવપુરની મધુવતી નદીમા જરૃરિયાત મુજબનુ પાણી આવ્યુ ન હોવાથી મધુવતી નદીને જોડતી પાણીની કેનાલો ખાલીખમ ભાસી રહી હોવાથી ખેડૂતોની સાથે ઘેડ પંથકના લોકોમાં ભારે ચિંતાની લાગણી જન્મી છે માધવપુર ઘેડ પ્રદેશ રકાબી જેવો હોવાથી દર વર્ષે સોમાચા દરમિયાન પાણીમાં તરબોળ બની જાય છે પરંતુ માધવપુર ઘેડ પંથકમાં ગતસાલ અને ચાલુ વર્ષે જરૃરિયાત મુજબનો વરસાદ થયો નથી અને પ્રમાણ કરતા ખુબજ ઓછો વરસાદ પડ્યો હોવાથી આ વર્ષે માધવપુરની મધુવતી નદીમા જરૃરિયાત મુજબનુ પાણી પણ આવ્યુ નથી જેથી સિંચાઇ માટેનુ પાણી ઠીક આ વરસે પીવાના પાણીની પણ મારામારી થઇ પડે તેવો અણસાર અત્યારથી વર્તાય રહ્યો છે ભુગર્ભના તળ નિચે જઇ રહ્યા હોવાથી કુવા ડંકી અને બોરમા પાણી દિન પ્રતિદિન તળીયા ઝાટક બનવા લાગ્યા છે હજુતો સોમાચાના દિવસો બાકી છે જેથી જરૃરિયાત મુજબનો વરસાદ થઇ જશે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે જો સોમાચાના બાકી દિવસોમાં માધવપુર ઘેડ પંથકમાં જરૃરિયાત મુજબનો વરસાદ નહીં પડેતો સમજો પીવાના પાણીની પણ વિકટ સમસ્યા સર્જાવાની દહેશત સેવાઈ રહી છે. ગયા વર્ષે માધવપુરમા પીવાના પાણીની લોકોને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને આખુ વરસ લોકોને તંત્રના પીવાનું વહેંચાતુ ખરીદ કરવુ પડ્યું હતું તે દિવસો હજુ ભુલાયા નથી ત્યાં આ વર્ષે પણ માધવપુરના લોકોને પીવાના પાણીની કપરી પરિસ્થિતિઓનો સામનો કરવાનો વખત આવે તેમ હાલમાં જણાઇ રહ્યું છે.

NO COMMENTS