માધવપુરમાં રોગચાળાને નાથવામા આરોગ્ય તંત્ર વામણુ સાબિત થયું

0
93

શાંતિલાલ મેવાડા માધવપુર (ઘેડ) :-

માધવપુરમાં છેલ્લા દોઢેક માસથી કૂદકેને ભુચકે વધતા જતા રોગચાળાને નાથવામા આરોગ્ય તંત્ર વામણુ સાબિત થયું: ડેગ્યુના કેસો એક પછી એક બહાર આવી રહ્યા હોવાથી લોકોમાં ફફડાટ ફેલાયો
પોરબંદર તાલુકાના માધવપુર પંથકમાં છેલ્લા દોઢેક માસથી રોગચાળાના ભરડામાં સપડાયુ છે અને ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે જેથી સામાન્ય તાવ સરદી ઉધરસની સાથે ઝેરી, મેલરીયા અને ડેન્ગ્યુ તાવના કેસો પણ એક પછી એક બહાર આવી રહ્યા હોવાથી દોઢ માસમા એકલા ડેગ્યુના 200 થી વધુ કેસો બહાર આવ્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે તેમછતા આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને કાબુમાં કરી શક્યું નથી માધવપુરમા વધતા જતા રોગચાળાનુ મુખ્ય કારણ શહેરમાં ચારે તરફ ફેલાયેલી ગંદકી હોવાનું માનવામાં આવી રહ્યું છે શહેરમાંથી ગંદકીનો સફાયો કરવા આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતને લેખીતમાં જાણ પણ કરી દેવામાં આવી છે તેમછતા જરૃરિયાત મુજબ ગંદકીનો સફાયો કરવામાં આવ્યો નથી તો બીજી તરફ માધવપુર પંથકમાં વધતા જતા રોગચાળાને નાથવામા આરોગ્ય તંત્ર પણ વામણુ પુરવાર થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે માધવપુરમા છેલ્લા દોઢેક માસથી વકરી રહેલા ભયંકર રોગચાળાના લીધે ઘરે ઘરે માદંગીના ખાટલા ઢળીયા છે તો બીજી તરફ અહી આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર સહિતના ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની કાયમી માટે ભારે ભીડ જોવા મળી રહી છે તેમછતા આરોગ્ય તંત્ર સબસલામતીના બગંણા ફુંકી રહ્યું છે આ અંગે સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો.કામીલ મેમણનો સંપર્ક સાધતા તેઓએ આ મુદ્દે કંઈ કહેવાનો નનૈયો ભણી દિધો હતો અને આ બધુ કડછ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જવાબદારીમા આવતુ હોવાનું જણાવ્યું હતું હાલમા ડેગયુ તાવના લીધે બે મહિલાઓના મોત પણ થઈ ચૂક્યા છે તેમછતા માધવપુરમા કૂદકેને ભુચકે વધતા જતા રોગચાળાને નાથવામા આરોગ્ય તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી ન હોવાથી માધવપુરમા વકરતા જતા રોગચાળાના લીધે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે વધતો જતો રોગચાળો અટકાવવા સૌ પ્રથમ શહેરમાંથી ગંદકીનો સફાયો કરીને શેરીઓ ગલ્લીમા તેમજ જાહેર માર્ગો પર ડીડીટી પાવડરનો ચટકાવ કરવો તેમજ દરેક લતા મહોલામા દરેક મકાનની અંદર ફુવારા પધ્ધતિથી ડીડીટીનો ચટકાવ કરવાની ખાસ તાતી જરૃરિયાત છે તેમજ ડેગ્યુના મચ્છરોનો નાચ કરવા માટે ફોગીંગ કરવાની જરૂરત છે માધવપુરમા વકરી રહેલો રોગચાળો વધુ કોઇનો ભોગ લે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા શહેરમા ફેલાયેલી ગંદકીનો સફાયો કરાવીને      જરૂરી પગલા ભરવાની માધવપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઇ એલ.કરગટીયાએ માંગણી ઉઠાવી છે
અહેવાલ :- શાંતિલાલ મેવાડા
માધવપુર
બાઇટ :- ભગવાનજીભાઇ કરગટીયા :-
પૂર્વ ધારાસભ્ય માધવપુર

NO COMMENTS