પદ યાત્રીનુ સ્વાગત કરાયું

0
31

(શાંતિલાલ મેવાડા માધવપુર- ઘેડ)

માધવપુરના ગોરસર ગામના રબારી નાથા ભગત હરદ્વારની યાત્રાએથી 1600 કીમી પગપેડલ ચાલીને કાવડમા ગંગાજીનુ પાણીભરીને વતન પરત ફરતા ગ્રામજનોએ વાજતેગાજતે સ્વાગત કર્યું

શાંતિલાલ મેવાડા માધવપુર- ઘેડ
પોરબંદર તાલુકાના માધવપુર નજીક આવેલા ગોરસર ગામના રબારી નાથા ભગત બસ મારફતે આજથી અંદાજે દોઢેક માસ પહેલા હરદ્વારની યાત્રાએ ગયા હતા અને તેમણે ત્યાથી પરત ફરતી વેળાએ  માનેલી માનતા મુજબ હરદ્વારની યાત્રા પુરી કરીને ત્યાંથી પરત ફરતી વેળાએ ગંગાજીનુ પાણી કાવડમા ભરીને પગ પેડલ ચાલીને વતન ફરવાની બાધા રાખેલી હતી તે મુજબ હરદ્વારથી ગંગાજીનુ પાણી કાવડમા ભરીને ત્યાથી ગત તારીખે 2-8-2016 ના હરદ્વારની યાત્રા પુરી કરીને પગપેડલ ચાલીને નાથા ભગત વતન તરફ આવવા નિકળ્યા હતા અને 1600 કીમીનો પગપેદલ પંથ કાપીને એક મહીનો અને આઠ દિવસની પદયાત્રા પુરી કરીને નાથા ભગત ગોગન સીંધલ પરત તેમના વતનમાં ગોરસર ગામે આજે સવારના દશેક વાગ્યે આવી પહોંતા ગ્રામજનો દ્વારા અને સગાસંબંધીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વાજતેગાજતે ભારે હર્ષોલ્લાસ સાથે નાથા ભગત ગોગન સીંધલનુ  સ્વાગત કરવામાં આવ્યું હતું આવ્યું હતું અને સામૈયા સાથે ગામમા પ્રવેશ અપાયો હતો રબારી નાથાભગતના સામૈયામા મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો અને સાધુસંતો જોડાયા હતા અને પદયાત્રી નાથાભગતનુ હારતોરા કરીને અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું
અહેવાલ :- શાંતિલાલ મેવાડા
માધવપુર

NO COMMENTS