ઉમરાહ કરી ને પોરબંદર આવેલા કાફલાનું યુ એન્ડ યુ ગ્રુપ દ્વારા સ્વાગત

0
243
porbander umrah swagat
porbander umrah swagat

(ઇરશાદ સીદીકી, પોરબંદર)

પોરબંદર થી ઉમરાહ કરવા માટે મક્કાશરીફ અને મદીના શરીફ ગયેલા 40 જેટલા મુસ્લિમ બિરાદરો આજે શુક્રવારે પોરબંદર પરત આવતા તેઓ નું યુ એન્ડ યુ ગ્રુપ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે ફૂલ હાર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રત્યેક મુસ્લિમ વ્યક્તિ ની તમન્ના હોય છે કે તેઓ મક્કાશરીફ અને મદીના શરીફ ની ઝિયારત માટે પહોંચી જાય સામાન્ય પરિવારો માટે આ એક સ્વપ્નું હોય છે. ત્યારે પોરબંદર ની વી. જે. મદ્રેસ્સા સ્કૂલ ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સૂર્યા મદ્રેસ્સા પરિવાર ના સદસ્યો તેમજ એવા લોકો ના કાફલા સાથે મક્કા શરીફ અને મદીના શરીફ ઉમરાહ માટે ગયા હતા કે જે લોકો ને ઉમરાહ કરવા જવું મુસકેલીભર્યું હોય.
શુક્રવારે બપોરે ટ્રેન મારફતે ઉમરાહ કરી ને આવતા તેઓને પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવકારી ને ફૂલહાર અને શાલ ઓઢાડી યુ એન્ડ યુ ના મેનેજીંગ ટ્રસ્ટી હાજી યાસીનભાઈ ઐબાની, ઉસમાનભાઈ મતવા, હમઝા હામદાની, રફીક ભાઈ મલેક વગેરે એ સ્વાગત કર્યું હતું.
ટીપોર્ટ: ઇરશાદ સીદીકી, પોરબંદર

NO COMMENTS