પોસ્ટ ખાતાને લગતી ફરિયાદ ટોલ ફ્રી 1924 નંબર ઉપર થઇ શકશે

0
73

દિન પ્રતિદિન પોસ્ટ ને લગતી ફરિયાદો વારંવાર ઉઠે છે. પોસ્ટ સેવા કાર્યમાં ચોક્કસતા લાવવા માટે આપ હવેથી પોસ્ટ ખાતાને લગતી ફરિયાાદો હવેથી આપ 1924 નંબર ઉપર ફોન કરીને કરી શકશો. આ નંબર ટ્રોલ ફ્રી છે. પોસ્ટ વિભાગ દ્વારા ફરિયાદોના નિકાલ માટે ફરિયાદો નું સેન્ટ્રલાઇઝેશન કરવા માટે આ ટ્રોલ ફ્રિ નંબર બહાર પડાયો છે. પોસ્ટ વિભાગ દ્વારા સોશિયલ મિડિયા ટવિટર ઉપર પણ સેવા શરુ કરી છે.
આ સેવા હાલમાં સવારે 8 થી રાત્રીના 8 સુધી ચાલુ રહેશે. અને જુદી જુદી ભાષામાં ફરિયાદો કરી શકાશે. આ ફરિયાદો એક ગ્રાહક સેવા કક્ષમાં જમા થશે. અને ત્યાંથી જે તે સેન્ટર ને પહોંચાડી તેનો નિકાલ કરવામાં આવશે. ફરિયાદ કરાતા એક ફરિયાદ નંબર પોસ્ટ વિભાગ દ્વારા અપાશે. વડાપ્રધાને પોસ્ટ વિભાગની ફરિયાદ વિભાગની આ સિસ્ટમને મજબૂત કરવા જણાવ્યું હતું. અમુક ફરિયાદો બાદ કરતાં કોઇપણ ફરિયાદોનું નિરાકરણ 24 કલાકની અંદર કરવામાં આવશે તેમ પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS