ચૈતન્ય શકિતનો અનુભવ એટલે રેકિ ચિકિત્સા

0
167

(પ્રીતિ સોની-રાજકોટ-ટેરો કાર્ડ રીડર-રેકી ચિકિત્સક )
સમગ્ર વિશ્વ એક ચૈતન્ય શકિતથી ચાલી રહ્યું છે. આ ચૈતન્ય શકિત આપણી આસપાસ સતત વહેતી રહે છે. તે શકિત સજીવ નિર્જીવ દરેકમાં છે. આપણે તેને પ્રાણ, ઊર્જા, વિશ્વશકિત કોસ્મીક એનર્જી જેવા અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. આ ચૈતન્ય શકિતનો અનુભવ આપણે કોઇ ધાર્મિક સ્થળો કે કોઇ પ્રાકૃતિક જગ્યાએ કરતા હોય છીએ. ત્યાં જતા પોઝીટીવ એનર્જીનો અનુભવ થાય. તો કોઇ આવા બંધીયાર સ્થળે કે કજીયાકંકાશ થતા હોય તેવી જગ્યાએ અચાનક બેચેની કે ત્યાંથી નીકળી જવાનું મન થાય તો કોઇ વ્યકિત માટે પણ આવુ અનુભવીએ છીએ તેનું કારણ તેની એનર્જી છે. આ એનર્જી ને કલીન પણ કરી શકાય છે.
આપણે હંમેશા આ એનર્જીનો ઉપયોગ કરતા જ હોય છીએ. કોઇ બીમાર કે દુ:ખી હોય ત્યારે આપણે તેના ખભા કે માથા પર હાથ રાખીએ છીએ અને સ્પર્શ દ્વારા તેને શકિત આપીએ છીએ. સાત્વના આપીએ છીએ આપણને પણ કાંઇ લાગે કે શરિરમાં જે ભાગમાં દુખતું હોય ત્યાં આપણો હાથ રાખીએ છીએ, આપણાથી કોઇ માનસિક રીતે ભૂલ કર્યા નો અનુભવ કરીએ ત્યારે પહેલા માથા પર હાથ રાખીએ છીએ. જે ભાગમાં શરિર ને શકિત ની જરુર હશે ત્યાં આપણો હાથ એની જાતે પહોંચી જાશે કારણ કે હાથમાં શકિતનો પ્રવાહ વહે છે.
રેકિ પણ આ જ પ્રકારની એક ચિકિત્સા પધ્ધતિ છે. જાપાન ના ડો. મીકાઉ ઉસુઇ એ આ શકિતને રેકિ નામ આપેલ. રે-એટલે વિશ્વવ્યાપી અને કિ એટલે સંજીવની શકિત ડો. મીકાઉ ઉસઇ રેકિના પ્રચાર અને પ્રસાર માટે નિમણૂક કરી શ્રીમતી હવાયો ટકાટા આ રેકિનો ખૂબ પ્રચાર કર્યો. સમગ્ર વિશ્વમાં આજે કેન્દ્રસ્થાને છે. બૌદ્ધ ધર્મમાં પણ આ પધ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે.
ડો. મીકાઉ ઉસઇ ના મત મુજબ જે રોગ એટલે ચેતના નો અભાવ. હોય તયરે ચેતનાનો પ્રવાહ રેકિ દ્વારા વહેતો કરી શકાય છે. રેકિએ ગુરુ શિષ્યની પરંપરા દ્વારા શીખી શકાય છે. રેકી થી તન-મન નું શુધ્ધિકરણ થાય છે. રેકિ દ્વારા સાધારણ કે હઠીલા રોગોની સારવાર થઇ શકે છે. તે કોઇ પણ વ્યકિત શીખી શકે છે. તે પોતાની તેમજ બીજાની સારવાર કરી શકે છે. તે માટે કોઇ પરેજી ની જરુર રહેતી નથી. તે આપણા શરીરના સાત ચક્રો ઉપર આધારિત પધ્ધતિ છે. તે માતૃશકિત હોવાથી કોઇ નુકશાન થવાની સંભાવના નથી. તે બીજાને આપવાથી ઓછી પણ થતી નથી. તેનો સતત પ્રવાહ વહેતો જ રહે છે. અવીરત રાત દિવસ રેકિ આપણા શારિરીક અને ભાવનાત્મક, આધ્યાત્મિક બધા સ્તર પર કદમ કરે છે. રેકિ આપી તમે બીજાને મદદ પણ કરી શકો છો. રેકિએ શારિરીક માનસિક સંતુલન માટે એક સરળ ચિકિત્સા પધ્ધતિ છે.

(આપના જીવનને મુંઝવતા પ્રશ્નો તેમજ રેકિ ચિકિત્સા માટે સંપર્ક : પ્રીતિ સોની-રાજકોટ મો. 73834 98886)

NO COMMENTS