પ્રમુખ સ્વામી બ્રહ્મલીન : આધ્યાત્મિક પ્રતિભાઓમાં પણ પ્રમુખ

0
349

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની 95 વર્ષે તબિયત લથડતાં તેમને સાળંગપુર મંદિર ખાતે હતા. જયાં તેઓનું સાંજે 6 કલાકે સ્વર્ગ્રવાસ થયા હતા.
પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટયનું સૌભાગ્ય જે સ્થાનને પ્રાપ્ત થયું તે છે ગુજરાતના વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું ચાણસદ ગામ. પિતા મોતીભાઇ, માતા દિવાળીબાના જીવનમાં ખેતી અને પ્રભુભકિત સિવાય બીજું કોઇ લક્ષ્ય ન હતું. આ નાના એવા પરિવારમોં માગસર સુદ-8, સંવત 1978 તા. 7-12-1921ના રોજ પ્રગટયા એ મહાપુરુષ સામાન્ય વાતાવરણમાં અવતરેલા એ અસમાન્ય બાળભકત શાંતિલાલની આંખોમાં ભકિતની અધ્યાત્મની કંઇક અને રી ચકમ હતી.
બાળભકત શાંતિલાલનું મન બદરીકેદારની તપોભૂમિમાં અધ્યાત્મ આરાધન કરવા માટે પહોંચી જતું. આખરે એક દિવસ એવો આવ્યો. અઢાર વર્ષની ઉંમરે ગામને પાદર ક્રિકેટનાં સાધનોની ખીરીદી માટે નીકળતા શાંતિલાલને ગુરુ શાસ્ત્રીજી મહારાજ યુગપુરુષજીની ચિઠ્ઠી મળી : સાધુ થવા આવી જાઓ !! અને એ જ ક્ષણે ગૃહત્યાગ નિર્વેદના પથ પર મંડાયેલું આ પ્રથમ ચરણ વિશ્ર્વના દરેક ખંડોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ઉત્તુંગ શિખર સર કરવાનું હતું. આ તા. 22-11-1939ના રોજ અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના ભકતરાજ શાંતિલાલને પાર્ષદની પ્રાથમિક દીક્ષા આપી. તા. 10-1-1940ના રોજ ગોંડલમાં ભાગતવ દિક્ષા અને તેમાંથી સૌને મળ્યા નારાયણસ્વરૂપદાસ સ્વામી.
ભગવન્નિષ્ઠા તપ, ત્યાગ, તિતિક્ષા સહિષ્ણુતા, સાધુતા, શુધ્ધ પંચવર્તમાન અને અનન્ય ગુરુભકિતનો પ્રભાવ નારાયણસ્વરૂપદાસજીના ભાલપ્રદેશમાં ઝળહળવા લાગ્યો. માત્ર 10 વર્ષમાં જ શાસ્ત્રીજી મહારાજના હૈયાનું રત્ન બની ગયા. સને 1950માં શાસ્ત્રીજી મહારાજે દિર્ઘ દ્રષ્ટિથી સ્થાપેલી વિકસતી ધર્મસંસ્થા અક્ષરપુરષોતમ સંસ્થાના પ્રમુખ તરીકે તેઓને નિયુકત કર્યા ત્યારે કદાચ કોઇને કલ્પના પણ નહીં હોય કે આ નાના સરખા સાધુ પોતાની ભકિતનિષ્ઠથી જગતભરની આધ્યાત્મિક પ્રતિભાઓમાં પણ પ્રમુખ ઠરશે.
એક નાનકડા બિંદુ માંથી બોચાસણ વાસી અક્ષરપુરષોતમ સ્વામિનારાયણ સંસ્થાને હિન્દુત્વના વિશ્ર્વવ્યાપી સિંધુ સુધી પહોંચાડનાર પ્રમુખ સ્વામી મહિારાજનાં કાર્યોની સમીક્ષા શબ્દોમાં કરવાનું અશકય છે. પ્રમુખસ્વામી મહારાજ વૈદિક સંસ્કૃતિ અને ભગવાન સ્વામિનારાયણના સર્વજીવહિતાવહ સંદેશનો જગતમાં 55 કરતાંય વધુ દેશોમાં સર્વાધિક ફેલાવો કરનાર ધર્મગુરુ છે. તેઓ યુગોો સુધી સંસ્કૃતિની ભાગીરથીને વહાવનારાં 1100 ભવ્ય મંદિરો, રાજધાની દિલ્હી અને ગાંધીનગરમાં ભવ્ય સંસ્કૃતિધામ, અક્ષરધામ, લંડનનું વિશ્ર્વવિખ્યાત અજાયબી સમું સ્વામીનારાયણ મંદિરે કે દેશ વિદેશમાં એવાં સેંકડો સંસ્કાર ભવનોના નિર્માતા છે. તેઓ દેશ વિદેશના 900થી ય વધુ સુશિક્ષિત નવયુવાનોને ત્યાગાશ્રમના પંથે જોડનાર, સમર્પણનો અજોડ કરિશ્મા બતાવનાર વિક્રમસર્જક મહાપુરષ છે.
પાંચ લાખ કરતાં વધુ પત્ર દ્વારા કે અઢી લાખ કરતાંય વધુ ઘરોની મુલાકાતો દ્વારા કે લાખો લોકોને વ્યકિતગત મળી મળીને તેમના જીવનની ગૂંચો ઉકેલનારા અદ્રિતીય સ્વજન છે.
એ ઘણું બધું છે પણ સૌથી વધુ આકર્ષક છે, સૌના સ્વજન સમુ પરાભકિતથી છલકતું એમનું અહંશૂન્ય ભકતહદયી વ્યકિતત્વ. તેમની આંખોમાં માનવમાત્ર માટે કરુણા ભરેલી છે. જયારે વિશ્ર્વ કુદરતી પ્રકોપનો ભોગ બને છે ત્યારે ત્યારે તેઓ ભેદભાવ વગર સૌની પડખે ઉભા રહી મદદ કરે છે. આ નિર્મલ સંત દરેક માનવીના અશ્રુ લૂછયાં છે. છતાં ઉપકાર કર્યાનો લગીરેક પણ અણસાર તેમના મુખ પર નથી જોવા મળતો. બીજાના ભલામાં આપણું ભલું.

NO COMMENTS