મર કે ભી તુજસે મુંહ ન મોડના….?

0
1134
pratyusa-rahul

બાલિકા વધૂ ફેઇમ આનંદી-પ્રત્યુષા બેનર્જી ગઇકાલે પોતાના જ ઘરમાં પંખા ઉપર લટકાઇને જયારે આપઘાત કર્યો છે તયરે પ્રત્યુષા ના આપઘાત બાદ તેનો બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ મુંબઇ પોલીસમાં પોતાનુ નિવેદન લખાવા ગયો હતો. જાણવા મળતી વિગતો મુજબ રાહુલ અને પ્રત્યુષા લગ્ન સંબંધથી જોડાવાના હતા. પરંતુ થોડા સમયથી બન્ને વચ્ચે સંબંધો અસ્થિર જણાતા હતા. માનવામાં આવી રહ્યું છે. પ્રેમસંબંધમાં તનાવ ના કારણે પ્રત્યુષાએ આ પગલું ભર્યું હતું. કારણ કે પ્રત્યુષાના છેલ્લા વોટસઅપ મેસેજથી જણાય છે કે, પ્રત્યુષાનું છેલ્લું વોટસઅપ સ્ટેટસ એવું હતું કે : મરકે ભી મુંહ ન તુજસે મોડના
પોલીસે શનિવારે પ્રત્યુષા નો બોયફ્રેન્ડ રાહુલ રાજ ને હિરાસતમાં લઇ હોસ્પિટલમાં પણ લઇ જવાયો હતો. આ દરમિયાન પ્રત્યુષાના માતા પિતાએ ડેડબોડી પાસે રાહુલ ને આવવાની ના ફરમાવી હતી. પરંતુ પોલીસની દરમિયાનગીરી ના કારણે તેને નજીક આવવા દીધો હતો. આ દરમિયાન રાહુલ રડવાનું નાટક કરી રહ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર પોલીસ દ્વારા સાથી કલાકારો તેમજ અન્ય ટીવી કલાકરોની પણ પૂછપરછ કરાઇ રહી છે. પ્રત્યુષાના આપઘાત પાછળ કયા કારણો હોઇ શકે ? એક તો રાહુલ અથવા પોતાની અંગત જીંદગી અથવા આર્થિક પોલીસ દ્વારા તમામ રસ્તે તપાસ હાથ ધરાઇ છે. પ્રત્યુષાના પોર્સ્ટમોર્ટમ રીપોર્ટ ઉપરથી ઘણા ભેદો ખુલ્લી શકશે. આસપાસના રહેવાશી અને નોકરોને પુછતાછ કરાતા તેમણે જણાવ્યું હતું કે બન્ને વચ્ચે થોડા સમયથી ઝઘડા ચાલતા હતા.
જાણવા મળતી વિગચો મુજબ રાહુલ અને પ્રત્યુષા વચ્ચે લગ્ન થવાના હતા પરંતુ રાહુલ બેવફા બન્યો હતો. તેની સગાઇ બીજે નકકી થઇ હતી. રાહુલ ખુદ પોતાની જાત ને નિર્દોષ ઠેરવી રહ્યો છે. જયારે અન્ય કલાકરો દ્વારા તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ આત્મહત્યા નહિં મર્ડર છે. અને રાહુલ પણ પોતાના નિવેદનમાં એક જ વાત કહે છે કે : અમારો કોઇ ઝઘડા ન હોતા થયા.

(સુત્રોમાંથી)

NO COMMENTS