એલર્જી થી બચવાના ઘરેલું ઉપાય

0
150

મૌસમ બદલવાના કારણે શરીરમાં ફેરફાર થવા સામાન્ય વાત છે. એક સીઝન માંથી બીજી સીઝન આવતાં શરદી, તાવ, ઉધરસ અને ગળું ખરાબ થવા જેવી પરિસ્થિતી થાય છે. જેમાં ઘરેલુ ઉપાયો દ્વારા પણ પોતાની જાતને બચાવ કરી શકાય છે.
– લીંબુ : એલર્જી માં રાહત મેળવવા માટે લીંબુ નો રસ અને એક ચમચી મધ ને ગરમ નવસેકા પાણીમાં ભેળવી તેને દરરોજ સવારે પીવાથી રોગ પ્રતિરોધક ક્ષમતામાં વધારો થાય છે. જેનાથી એલર્જી દૂર થાય છે.
– સ્ટિમ : શરદી અને ઉધરસ માં પાની ની નાસ લેવાથી રાહત થાય છે.
– લીમડા ના પાંદડા ને પીસી તેની પેસ્ટ બનાવી અને તેની નાની ગોળી બનાવી સુકવી નાખો દરરોજ સવારે 1 ગોળી મધ માં ડુબાડી કાઢી તેને લઇ લો ઉપરાંત તેના 1 કલાક પછી કાંઇ ખાવાનું નહીં. તેનાથી એલર્જી દૂર થાય છે.
– હળદર : હળદરમાં કુદરતી એંટીઓકસીડેટ હોય છે. જેનાથી એલર્જી થી લડવામાં મદદ કરે છે. એક ગ્લાસ ગમર દૂધ માં એક ચમચી હળદર મેળવી પીવાથી આરામ મળે છે.
– એલોવેરા : એલર્જીના કારણે ચામડી ઉપર થનાર ડીસીસ ખંજવાળ, બળતરા, ખસ, ધાધર વગેરે માટે એલોવેરા બહુ જ ઉપયોગી છે. એલોવેરા જેલ ખંજવાળની જગ્યાએ લગાડવાથી મટી શકે છે. ઉપરાંત એલોવેરા જયુસ પીવાથી પણ ચામડીના રોગોમાંથી મુકિત મળે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS