pslv મિશન : એક સાથે 8 ઉપગ્રહ છોડશે ઇસરો

0
85

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરો ના પીએસએલવી-સી35 મિશન નું ઉલટું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. આ મિશન અંતર્ગત એક સાથે આઠ ઉપગ્રહો નું પરિક્ષણ કરાશે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ના પહેલા પ્રક્ષેપણ સ્થળે સોમવારે સવારે 9.12 કલાકે પીએસએલવી નું પ્રક્ષેપણ કરાશે.
ઇસરોના જણાવ્યાનુસાર રિડિનેશ રિવ્યૂ સમિતિ તથા ઓથોરાઇઝેશન બોર્ડે શુક્રવારે 45 કલાક 30 મિનિટ ની ઉલ્ટી ગણતરી માટે મંજૂરી આપી હતી. ઉલ્ટી ગણતરી હાલમાં બરોબર ચાલી રહી છે. બપોર બાદ 12.30 સુધીમાં ચોથા ભાગમાં મોના મિથાઇલ હાઇડ્રોજન ભરવાનું કામ પુરું થઇ ગયું છે. ઉપગ્રહની ખાસ વાત એ છે કે, ઉપગ્રહ જુદી જુદી ઉંચાઇએ સ્થાપિત કરાશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS