જાહેરનામું : વારંવાર ઢિકે ચડાવતા ઢોર ને લઇને

0
74

રાજકોટ : શહેરમાં રસ્તાઓ ઉપર રખડતા ઢોર અંગે વારંવાર શહેરમાં ફરિયાદો ઉઠી છે ત્યારે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે : રાજકોટમાં નોંધણી વગર ના ઢોર તેમજ રખડતા ઢોરને એનિમલ હોસ્ટેલ કે શહેરની બહાર મોકલી દેવામાં આવશે. જાહેરનામા મુજબ જાહેર માર્ગો ઉપર રાહદારીઓને અડચણરુપ બનતા રખડતા ભટકતા ઢોરને કારણે વારંવાર અકસ્માતના બનાનો બને છે. ઉપરાંત જાહેર માર્ગો ઉપર ગંદકી ફેલાય છે. રાજકોટ મનપા દ્વારા ઘણા વર્ષોથી રખડતા ભટકતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે છતાં પણ શહેરના રાજમાર્ગો ઉપર ખુલ્લેઆમ ઢોરને છોડી દેવામાં આવતા હોય છે. ઉપરાંત રોડ ઉપર લોકોને ઢીંક મારી પછાડવા જેવા બનાવો વારંવાર બનતા હોય છે. આ અનુસંધાને મનપા દ્વારા રજીસ્ટ્રેશન વગરના તેમજ રોડ ઉપર ભટકતા ઢોરને શહેરમાં ન લાવવા હુકમ કર્યો છે. નાગરિકોના હિતને ધ્યાને લઇને જાહેરનામું બહાર પડાયું છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS