હારી ને પણ પી વી સિંધૂ એ રચ્યો ઇતિહાસ

0
65

રિયો ઓલંપિક ના ઇતિહાસમાં મૈચ માં જોરદાર ટક્કર આપી ફરી ભારત ની પીવી સિંધૂ પોતાનો સુવર્ણ ચંદ્રક હારી ગઇ છે. અને તેમને રજત ચંદ્રક થી સંતોષ માનવો પડયો હતો.
ઓલંપિક ના 14 મા દિવસે ભારત ના 8 વર્ષ પછી પહેલો સુવર્ણ ચંદ્રક મળવાની આશા તૂટી ગઇ હતી. પી.વી. સિધૂ આ ખેલમહાકૂંભમાં રજત ચંદ્રક જીતનારી દેશની પહેલી મહિલા ખેલાડી બની હતી. સાથે દેશ માટે કોઇ પદક જીતનાર સૌથી નાની ઉંમર વાડી ખેલાડી બનવાનો ખિતાબ હાંસિલ કર્યો છે. હૈદરાબાદ નિવાસી સિંધૂ સ્વર્ણ પદક માટે બચેલા ફાઇનલમાં સ્પેન ની કૈરોલિના મૈરિન ને જોરદાર ટકકર આપી પરંતુ ભારતીય ખેલાડી ને હારનો સામનો કરવો પડયો હતો. મેચ માં ખેલાડી પહેલી ગેઇમ 21-19 થી જીતી હતી. જયારે બીજી ગેમ માં મૈરિને 21-12 જીત પછી નિર્ણાયક ગેમ પણ એણે 21-15 થી જીતી ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી બની ગઇ હતી. તે સ્પેન ની પ્રથમ જીતનાર ખેલાડી બની હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS