રાહુલ ગાંધી ની ખાટલા સભા માટે 4000 ખાટલા આવ્યા હતા

0
46

ઉત્તર પ્રદેશ ચૂંટણીને ધ્યાને લઇને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાજયમાં ખેડૂત યાત્રા ઉપર નીકળા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ ના રણનિતી ઘડનાર પ્રશાંત કિશોરે ખેડૂતો, બ્રાહ્મણો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રશાંત નો આઇડિયા હતો કે રાહુલ ગાંધી યુપી માં ખાટ સભા કરે. જેમાં તે ખેડૂતો ને મળે અને તેની સમસ્યા ને સાંભળે. રાહુલ ગાંધીએ પ્રશાંત કિશોરની વાત માની અને ગઇકાલે મંગળવારે દેવરિયા ના રુદ્રપુર ખાતે પહેલી ખાટ સભા નું આયોજન કર્યું હતું. પરંતુ રાહુલ ની ખાટ સભા પુરી થતા ખાટલા લેવા માટે ભાગદોડ મચી ગઇ હતી. ઘણા લોકો બે બે ખાટલા પણ લઇ જતા રહ્યા હતા. ખાટલા લેવા માટે મારા મારી પણ થઇ ગઇ હતી. સભા સ્થળ સંપૂર્ણ રીતે અસ્ત વયસ્થ થઇ ગયું હતું. કોંગ્રેસી સુત્રોએ જણાવ્યું કે : પ્રશાંત કિશોરની સંસ્થા દ્વારા લખનઉ થી 4000 ખાટલા મંગાવ્યા હતા. વિચાર એવો હતો કે સભા સ્થળે 2000 ખાટલા રાખવામાં આવે. આ સભા માં સંપૂર્ણ ખાટલા લઇ જવા માટે ઉપસ્થિત લોકો વચ્ચે ભાગદોડ અને મારામારી ના બનાવો પણ બન્યા હતા. ભાગદોડ અને મારામારી પછી સવાલ પુછતા કોંગ્રેસની એક વ્યકિતએ જણાવ્યું કે આ રાહુલજી તરફથી ભેટ છે. કોંગ્રેસે ખેડૂતો માટે ઘણું કર્યું છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS