રાહુલ ગાંધી ઉપનિષદ અને ગીતા વાંચી રહ્યા છે

0
14
rahul gandhi read gita
rahul gandhi read gita

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપનિષદ અને ગીતા વાંચવાનું શરુ કરી દીધું છે. આવું તે આરએસએસ અને ભાજપ ને ટકકર મારવા માટે કરી રહ્યા છે. તેમણે આ વાત જણાવી હતી.
રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને જણાવ્યું કે : આજકાલ હું ગીતા અને ઉપનિષદ નું પઠન કરી રહ્યો છું. જેથી આરએસએસ અને ભાજપ સામે લડી શકું, પાર્ટીના સુત્રો અનુસાર તેમણે જણાવ્યું કે મેં આરએસએસ ના થોડા લોકોને પૂછયું કે મિત્ર આપ લોકો ઉપર અત્યાચાર કરી રહ્યા છો. પરંતુ ઉપનિષદમાં તો લખ્યું છે કે બધા મનુષ્ય સમાન હોય છે. એનો મતલબ થયો કે આપ તો ધર્મમાં કરેલી વાતોથી વિપરીત કામ કરી રહ્યો છો.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપા મૂલરુપ થી ભારત ને નથી સમજતી અને ફકત આરએસએસ ના મુખ્યાલય નાગપુર ને સમજે છે. તેમણે પી.એમ. મોદી ઉપર કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપા ના લોકો વિચારે છે કે દુનિયાનું બધું જ્ઞાન પી.એમ. પાસેથી જ નીકળે છે.
રાહુલ ગાંધીએ ભાજપા અને આરએસએસ ને આખા દેશ ઉપર એક વિચારધારા લાગુ કરવાની કોશિષ કરવાનો આરોપ લગાવ્યો હતો. દરેક વ્યકિત તમિલનાડુ માં રહે યા ઉતર પ્રદેશમાં તેમને દુખી થવા પર પોતાની અસહમતિ વ્યકત કરવાનો અધિકાર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS