ઉદ્યોગપતિ સિવાય પી.એમ. મોદી એ કોઇનું ભલું કર્યું નથી : રાહુલ ગાંધી

0
67

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ મુરાદાબાદ ખાતે જણાવ્યું કે ઉતર પ્રદેશમાં આગામી ચૂંટણીનો મુખ્ય મુકાબલો મોદી સરકાર ની ખેડૂત વિરોધી નિતિયો અને કોંગ્રેસર વચ્ચે હશે. રાજય વિધાનસભા ચૂંટણી માં મોદી સરકાર નો મુકાબલો કોંગ્રેસ સાથે હશે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મોદી સરકાર થી ટકકર લેવાની સ્થિતીમાં નથી. રાહુલ ગાંધી દેવરિયા થી દિલ્હી સુધી ની કિસાન યાત્રા દરમિયાન પહોંચ્યા હતા. તેમણે મુરાદાબાદ તથા અમરોહા માં રોડ શો કર્યા હતા. તેમણે મજદૂરો, કિસાનો, યુવાનો નો વચ્ચે પી.એમ. સામે બોલતા જણાવ્યું કે :
કોંગ્રેસે ખેડૂતોનું દેણું માફ કર્યું પરંતુ પી.એમ. મોદીએ ઉદ્યોગપતિ સિવાય કોઇનું ભલું નથી કર્યું. પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનશે તો કિસાનો ની આર્થિક સ્થિતી સુધરી જશે. કિસાનો નું દેવું માફ કરાશે તેમજ વિજળી ના બિલ માફ કરી દેવાશે. દેશનો ખેડૂત બે હાલ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS