મોદીજી ઓબામા સાથે સેલ્ફી લે છે પરંતુ ખેડૂતે સાથે નહીં : રાહુલ ગાંધી

0
49

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નીશાનો સાધતા જણાવ્યું કે : ઓબામા સાથે સેલ્ફી લે છે તો કયારેક ખેડૂતો સાથે પણ બે ચાર સેલ્ફી લેતા રહો. ઝાંસી માં રોડ શો પછી ખાટ સભામાં રાહુલ ગાંધી એ પિરૌના ના એક મહાવિદ્યાલય માં જણાવ્યું કે ઉત્તર પ્રદેશ માં કોંગ્રેસ સરકાર આવશે તો ખેડૂતો નું દેણું માફ કરી સાથે સાથે વિજળી નું બીલ પણ અડધુ કરી દેવાશે.
રાહુલ ગાંધી એ કટાક્ષ માં જણાવ્યું કે : ઓબામા સાથે મોદી જી સેલ્ફી લે છે. તો ખેડૂતો સાથે કેમ નહીં ? ગરીબ ખેડૂત પણ માણસ છે. તે બાદ ગાંધી કોચ તરફ રવાના થયા હતા. જયાં તેમણે ખાટ સભા આયોજીત કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS