રાહુલ ગાંધી અયોધ્યા પહોંચ્યા : 26 વર્ષ બાદ ગાંધી પરિવાર ના સભ્યની મુલાકાત

0
71

2017 માં થનાર ઉતર પ્રદેશ ચૂંટણી ને ધ્યાને રાખી કિસાન યાત્રા ઉપર નિકળેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગઇકાલે અયોધ્યા પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રસિદ્ધ હનુમાન ગઢી ના દર્શન કર્યા હતા. પરંતુ તે વિવાદિત રામ મંદિર પરિસરમાં નહોતા ગયા. ઉલ્લેખનિય છે કે, 26 વર્ષ બાદ નેહરુ ગાંધી પરિવાર નું કોઇ સભ્ય અયોધ્યા પહોંચ્યું છે.
રાહુલ ગાંધી 6 સપ્ટેમ્બરે કિસાન યાત્રા ઉપર નીકળા છે. 2500 કિ.મી. ની આ યાત્રા દેવરિયા થી શરુ થઇ દિલ્હી ખાતે પૂર્ણ થશે. આમાં રાહુલ ગાંધી 39 જિલ્લા અને 233 વિધાનસભા વિસ્તાર માં થઇ ને પસાર થશે. યાત્રા દરમિયાન તેમણે મહંત જ્ઞાનદાસ સાથે મુલાકાત કરી પરંતુ આ દરમિયાન રાહુલ વિવાદિત પરિસર અને જયાં મંદિર નિર્માણ માટે પથ્થર લાગ્યા છે. તે જગ્યાએથી તેને દૂર રખાયા હતા.
રાહુલ ગાંધીની અયોધ્યા પ્રવાસતી ભાજપ, બસપા અને સપા સહિત પાર્ટી ની નજર છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS