પી.એમ. મોદી ભારતના પ્રધાનમંત્રી છે અમેરિકાના નહીં ? : રાહુલ ગાંધી

0
83

ઉતર પ્રદેશમાં કિસાન યાત્રા ના બીજા દિવસે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નીશાન સાધ્યું હતું. ગોરખપુર માં રોડ શો કર્યા બાદ સભા સંબોધતા જણાવ્યું હતું કે : જનતા ત્રસ્ત છે, મોદીજી મસ્ત હૈ, યાત્રા ના પહેલા દિવસે દેવરિયા માં આયોજીત ખાટ સભા માં ખાટલાની ચોરી ઉપર થયેલા મજાક ઉપર રાહુલ ગાંધી ને નિવેદન કર્યું : તેમણે જણાવ્યું કે ગરીબ ખાટલા લઇ જાય તો તેને આપ લૂંટ કહો છો. પરંતુ જયારે વિજય માલ્યા જેવા લોકો હજારો કરોડો રુપિયા લઇ જાય તો આપ તેને ડિફોલ્ટર કહો છો. રાહુલ ગાંધીએ સહજની ગામમાં ડોર ટુ ડોર કેંપેન દરમિયાન ખેડૂત ના ઘરે જમ્યા હતા. તેમની સમસ્યા સાંભળી હતી. રાહુલ ગાંધીએ સભાને જણાવ્યું કે : જો તમે સૂટ બુટ ની સરકાર ચલાવવા માંગતા હો તો આપ ચલાવો, આપ પ્રધાનમંત્રી છો અમે આપનો રોકી ન શકીએ. પરંતુ મોટા ઉદ્યોગપતિનું દેવું માફ કરી શકો છો તો ખેડૂતોનું દેવું માફ કરશો. આપ કમજોર લોકોની મદદ કરશો.
સભા સંબોધતા રાહુલ ગાંધી એ જનતા ત્રસ્ત છે, મોદીજી મસ્ત છે, જનતા રડી રહી છે અને મોદીજી મસ્ત છે. કયારેક ઇંગ્લેન્ડ જાય છે, કયારેક ચાઇના જાય છે, કયારેક જાપાન જાય છે, હું તમને યાદ દેવડાવું છું કે તે હિંદુસ્તાનના પ્રધાનમંત્રી છે, કે અમેરિકાના પ્રધાનમંત્રી નહીં. રાહુલ ગાંધી કિસાન યાત્રા પર નીકળા છે. યાત્રાનું સમાપન દિલ્હીમાં થશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS