નવી ટ્રેન ચાલુ થશે : હમસફર

0
147

દિલ્હી અને મુંબઇ વચ્ચે ઝડપી ચાલનાર ટેલ્ગો ટ્રેનના પરીક્ષણ પછી રેલ મંત્રાલય દ્વારા આવતા મહિને નવી હમસફર ટ્રેન દોડાવાની તૈયારી ચાલી રહી છે. તેનું ભાડું એકસપ્રેસ ટ્રેનો થી 20 ટકા મોંઘુ હશે.
ફેબ્રુઆરી ના રેલ બજેટ માં ચાલુ નાણાકિય વર્ષ માટે નવી ટ્રેનોની જાહેરાત કરાઇ હતી. ત્યારે રેલમંત્રી સુરેશ પ્રભુએ આ ટ્રેન હમસફરની જાહેરાત કરી હતી. આ ટ્રેન વિશેષ શ્રેણીમાં આવી રહી છે. જેમાં બધા કોચ એસી-થ્રી ટાયર કક્ષાના હશે. જેમાં ભોજનની પણ વ્યવસ્થા હશે. આ ટ્રેન બે શહેરો વચ્ચે રાત્રિ દરમિયાન સફર પુરી કરશે. ઉપરાંત બીજી અન્ય ટ્રેન કરતા વિશેષ સુવિધાઓ હશે. જેમાં સી.સી.ટીવી કેમેરા, જીપીએસ આધારિત સૂચના પ્રણાલી, આગ અને ધુમાડા નું સેન્સર, મોબાઇલ લેપટોપ ચાર્જર જેવી વધારાની સુવિધા ઉપલબ્ધ કરાશે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS