સૌરાષ્ટ્રમાં ધીમી ધારે તો કયાંક જોરદાર વરસાદ ચાલુ

0
118

વરસાદ નો એક વધુ રાઉન્ડ સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ચાલુ થયો છે ત્યારે રાજકોટ,ગોંડલ, જૂનાગઢ, ગીર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ તસ્વીર જોતા સમગ્ર ગુજરાત વાદળો થી ઢંકાયેલું છે. હાલમાં ગોંડલ પંથકમાં ભારે વરસાદ પવન સાથે પડી રહ્યો છે. તો રાજકોટની આસપાસ સરધાર જસદણ ખાતે પણ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ ના વંથલી રોડ ઉપર પીપળ નું ઝાડ પડી જતા ટ્રાફીક જામ થઇ ગયો હતો.
બગસરા તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારમાં મુજીયાસર, હડાળા, ખારી, જેઠીયાવદર અને બગસરમાં પણ ગત રાત્રી થી ધોધમાર વરસાદ પડયો હતો. ખેતરમાં પાણી ભરાયા છે. બગસરામાં પણ નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. જયારે જૂનાગઢ જિલ્લાના કેશોદ, માંગરોળ, વિસાવદર સહિત અનેક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. જયારે વિસાવદરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. ચોરવાડમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
જયારે જાફરાબાદમાં દરિયો તોફાની બનતા કરંટ જણાતા માછીમારોને દરિયો ખેડવા ન જવા સૂચના અપાઇ છે. જેતપુરમાં પણ બપોર ના વિરામબાદ વરસાદ પડી રહ્યો છે. જયારે ધોરાજીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં ગત રાત્રી થી વરસાદ ચાલુ હતો.
(સુત્રોમાંથી)

NO COMMENTS