નશીલી દવાનો રાજસ્થાન માં પર્દાફાશ : વિદેશમાં સપ્લાઇ

0
138

રાજસ્થાનમાં 15 અબજ થી વધુ નશીલા પદાર્થ નો કારોબાર હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્રિય ઉત્પાદન એવં સીમા શુલ્ક બોર્ડ ના અધીન કાર્યરત રાજસ્વ ખુફીયા એજન્સી ડીઆરઆઇ એ ઉદયપુર માં સંચાલિત ફેકટ્રીના ગોદામ માં કાર્યવાહી કરી છે.
થોડા દિવસ પહેલા કરાયેલ કાર્યવાહીમાં અત્યારસુધી અધિકારી કર્મચારી ફેકટ્રી તથા ગોદામ ની અંદર નશીલો પદાર્થ ની ગણતરીમાં લાગેલ છે. નશીલા પદાર્થના સંપર્કમાં આવતા અધિકારીઓની તબીયત પણ લથડી છે. કારોબારના મુખ્ય સુત્રધાર ને મુંબઇથી ગિરફતાર કરી પૂછપરછ માટે ઉદયપુર લાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રીકો કલડવાસ વિસ્તારમાં સંચાલિત ફેકટ્રી ગોદામ માં છાપો માર્યા બાદ જેમાં અબજો નો નશીલા પદાર્થનો કારોબારનો ભાંડાફોળ થયો છે. આ નશીલા પદાર્થની વિદેશોમાં સપ્લાઇ થતી હતી. અત્યાર સુધી 25 ટન જેટલો નશીલો પદાર્થ, દવા જપ્ત કરાઇ છે. અત્યાર સુધી પાંચ હજાર કરોડ થી વધુ ની નશીલી દવા જપ્ત કરાઇ છે. આ કારોબાર નું મુખ્ય કેન્દ્ર વિદેશ સાથે સંકળાયેલું માનવામાં આવે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS