આઇબી-રો ના નવા પ્રમુખો ની જાહેરાત : ભારત સરકાર

0
90
Rajiv Jain appointed as new IB chief, Anil Dhasmana to head RAW
Rajiv Jain appointed as new IB chief, Anil Dhasmana to head RAW

ઇંટેલીજન્સ બ્યુરો (આઇબી) અને રિસર્ચ એન્ડ એનાલીસીસ વિંગ રો ના નવા પ્રમુખ ની જાહેરાત કરાઇ છે. આઇબીના નવા પ્રમુખ તરીકે રાજીવ જૈન ની નિયુકિત કરકાઇ છે. અને અનિલ ધસ્માના ને રો ના ચીફ તરીકે નિયુકિત કરાઇ છે. જૈન 1980 બેચ ના ઝારખંડ કૈડર ના અધિકારી છે. તે વર્તમાન આઇબી પ્રમુખ દિનેશ્વર શર્મ ની જગ્યા લેશે. શર્મા જાન્યુઆરી 2015 થી આ પદ ઉપર કામ કરી રહ્યા હતા. જે 31 ડિસેમ્બરના રોજ રિટાયર થઇ રહ્યા છે. ધસ્માના 1981 બૈચ ના એમ.પી. કૈડરના અધિકારી છે તે વર્તમાન રો ના પ્રમુખ રાજિંદર ખન્ના ની જગ્યા લેશે. ખન્ના નું કાર્યકાળ આ પદ ઉપર 31 જાન્યુઆરી 2017 ના રોજ પૂર્ણ થાય છે. જૈન આઇબી માં સ્પેશ્યલ ડાયરેકટર ની ભૂમિકા ભજવી રહ્યા હતા. ધસ્માના બલૂચિસ્તાન મામલા ના જાણકાર માનવામાં આવે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS