પ્રમાણિકતા : ધનસુખભાઇ (એ.એસ.આઇ. ) દ્વારા 2.20 કરોડ દંડ વસૂલ્યો !

0
941

( ધ્રુવ કુંડેલ-જય ભટ્ટ) 

હાલમાં આપણે જોઇએ છીએ કે ટ્રાફિક સમસ્યા નો અંત નથી અને દિન પ્રતિદિન શહેરોમાં વાહનો ની સંખ્યા વધતી જ જાય છે. આવા સંજોગોમાં પોલીસ દ્વારા પણ કંઇક કાર્ય કરી તેને કંટ્રોલમાં લાવવાની ફરજ પડતી હોય છે. તો આપણે વાત કરીએ તો રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા અનહદ વધી છે ત્યારે શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક કર્તવ્યનિષ્ઠ આસિસટન્ટ સબ ઇન્સપેકટર ધનસુખભાઇ એમ. આહીર રાજકોટ માં તેઓ ટ્રાફિક શાખા માં હાલ માં ફરજ બજાવી રહ્યા છે. તેમણે છેલ્લા 10 વર્ષના સમયગાળામાં ટ્રાફિક ના નિયમોનું ઉલ્લંઘન કરતા તથા જયાં ત્યાં સ્કુટર, કાર પાર્કિંગ કરી રસ્તા માં અડચણ પેદા કરતા વાહન ચાલકો ને સરકારી નિયમોનુસાર દંડ વસૂલી ટોટલ 2 કરોડ 20 લાખ રૂપિયા જેટલી રકમ સરકાર માં જમા કરાવી છે. હાલમાં તેઓની ફરજકાળના 10 મહિના બાકી છે. ધનસુખ ભાઇ વર્ષ 1979 માં કોન્સટેબલ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. વર્ષ 2006 માં તેમને ટોઇંગ ની ડયુટી સોંપવામાં આવી તેમની ફરજ નિષ્ઠા દ્વારા એકલા હાથે અંદાજીત 1.7 લાખથી વધુ કેસો નોંધ્યા છે. ધનસુખ ભાઇ રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવેલા ઓફિસરો સુધીર સિંહા, નિત્યાનંદ સાહેબ, ગીથા જોહરી, મોહન ઝા, ગેહલોત સાહેબ કમિશનરો તરફથી પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કારો પણ મળેલ છે. તેમને પોતાની ફરજ મુજબ પોલીસ વિભાગમાં જે રીતે પ્રમોશન મળે તે જ રીતે આગળ આવેલ છે. તેમની ફરજ નિષ્ઠા થી કોઇ અન્ય પ્રમોશન તેમને પ્રાપ્ત થયેલ નથી.
આસ્થા મેગેઝીન : રાજકોટના ટ્રાફિક મુજબ પુરતો પ્રમાણમાં પોલીસ સ્ટાફ છે. ?
ધનસુખભાઇ : ના.. હાલમાં 100 ટ્રાફિક પોલીસ અને 400 બ્રિગેડ છે. જે રાજકોટની વસ્તી અને ટ્રાફિક ના પ્રમાણમાં 1000 જેટલા કુલ સ્ટાફ જોઇએ.
⇒ આસ્થા મેગેઝીન : હાલનો આપનો ટોઇંગ ટ્રોલીનો રૂટ કયા કયા રસ્તા મુખ્યત્વે ?
> ધનસુખભાઇ : હાલમાં અમો યાજ્ઞિક રોડ, 150 ફૂટ રીંગ રોડ, સરદાર નગર મેઇન રોડ, અમીન માર્ગ તેમજ અન્ય મુખ્ય માર્ગો ઉપર ટોઇંગ ટ્રોલી ફરતી હોય છે.
⇒ આસ્થા મેગેઝીન : આપની ફરજ માં કોઇ મુશ્કેલી આવતી કે
આવે છે ?
> ધનસુખભાઇ : શરૂઆતમાં પોલીટીકલ પ્રેશર આવતું હાલમાં એવી કોઇ જાતની મુશ્કેલી નથી. હું કોઇના દબાવ કે શરમ, ભલામણ રાખી ફરજ બજાવતો નથી. નહીં તો આટલો દંડ વશુલી નો શકયો હોત. કાયદો બધા માટે સમાન છે.
⇒ આસ્થા મેગેઝીન : રાજકોટ ટ્રાફિક સમસ્યા વિષે શું કહેવું છે ?
> ધનસુખભાઇ : જેટલો ભણેલા લોકો ટ્રાફિક ના નિયમો અને આડેધડ પાર્કિંગ કરે છે તેટલો નિયમોનો ભંગ અભણ લોકો નથી કરતા.
⇒ આસ્થા મેગેઝીન : રાજકોટમાં રસ્તા ઉપર રખડતા ઢોર અંગે આપનું શું કહેવું છે ?
> ધનસુખભાઇ : : જે તે ઢોર માલિકની જવાબદારી આવે છે કે તેમણે રસ્તા ઉપર પોતાના ઢોર રખડવા દેવા ન જોઇએ.
⇒ આસ્થા મેગેઝીન : નિયમોના ઉલ્લંઘન માટે દંડની રકમ કેટલી ?
> ધનસુખભાઇ : ટુ વ્હીલર માટે : રૂ. 100 અને ફોર વ્હીલર માટે :
રૂ. 200 સરકારે પે એન્ડ પાર્ક ની વ્યવસ્થા કરેલ છે છતાં પણ લોકો આડેધડ પાર્કિંગ કરે છે ના છૂટકે અમારે વાહન જપ્ત કરવાની ફરજ  પડે છે.
⇒ આસ્થા મેગેઝીન : આપ આપની પાસે કોઇ સાબિતી રાખો છો ?
> ધનસુખભાઇ : હા, અમો વિડિયો કેમેરા તેમજ મોબાઇલ માં ખોટીરીતે પાર્ક કરાયેલા વાહનનું પહેલા શૃટિંગ તેમજ ફોટા પાડી લઇએ છીએ. કારણ કે ખોટી રીતે પાર્ક કરાયેલા વાહન માલિક દલિલો કરી અને ભલામણો કરાવી દંડ ન ભરવા પ્રયત્નો કરે છે ત્યારે અમારી પાસે સાબિતી રહે છે.
⇒ આસ્થા મેગેઝીન : દરરોજ ના અંદાજીત કેટલા વાહનો ટો કરો છો ?
> ધનસુખભાઇ : અંદાજીત દરરોજ ના 100 થી વધુ વાહનો જપ્ત કરીએ છીએ. બાદમાં લોકો હેડકવાર્ટર ઓફિસ ખાતેથી દંડ ભરી છોડવી જાય છે. અથવા તો તુરંત હાજર દંડ ભરી રસીદ આપી વાહન આપી દેવામાં આવે છે.
ઉલ્લેખનિય છેે કે, ભારત દેશમાં આવા ફરજનિષ્ઠ અને ઇમાનદાર પોલીસ બેડા ની જરૂર છે જે સરકાર પ્રત્યે અને લોકોને જાગ્રૃત કરવા માટે સતત પોતાની જાતની પણ સંભાળ રાખ્યા વગર દોડતા રહે છે. અને લોકોને સંદેશો આપતા રહે છે.

NO COMMENTS