ડોકટર ને વિઝિટે બોલાવી ફોટા પાડી : રૂપિયા પડાવા નો બનાવ

0
252

રાજકોટ : શહેરમાં ગુન્હાઓ કરવાના વિવિધ પ્રકારોમાં વધારો થાય છે ત્યારે રાજકોટમાં તબિબી વ્યવસાય ક્ષેત્રે જોડાયેલા તબીબ સામે એક વિચિત્ર બનાવ બન્યો છે. ત્યારે એક યુવતી દ્વારા આ ડોકટરને ઘરે વિઝીટ કરવા આવવા ફોન કરી જણાવ્યું હતું. ડોકટરને જણાવ્યું હતું કે : તમો નિર્મલા રોડ ઉપર ફાયર સ્ટેશન પાસે આવી મને કોલ કરજો ત્યાંથી હું તમને રીસીવ કરી જઇશ. ત્યાંથી નજીક મહાવીર સોસાયટીમાં તમારે વિઝિટ કરવાની છે. યુવતીનું નામ હેતલ જણાવેલ છે. હેતલે પોતાની મા બિમાર હોવાનું જણાવ્યું હતું. ડોકટર મહાવીર સોસાયટી સ્થિત ઘરે વિઝિટ કરવા જતાં ત્યાં તુરંત દરવાજો બંધ કરી અન્ય ચાર શખ્સો અને હેતલ દ્વારા ડોકટર ની બાજુમાં હેતલ બેસી ગઇ અને ફોટા પાડવા લાગ્યા
આ અંગે વધુ વિગત મુજબ 150 ફુટ રીંગ રોડ ઉપર રહેતા અને ગોવિંદ રત્ન બંગ્લોઝમાં રહેઠાણ ધરાવતા અને સ્વામિનારાયણ ચોકમાં વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા નયન કિલનીકના માલિક ડો. લક્ષ્મણભાઇ મોરી ને ઘરે વિઝિટે બોલાવી ફોટા પાડી પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત પૈસા ન આપતા એવી પણ ધમકી આપી હતી કે તને બદનામ કરી દેશું. ધમકી આપી એકલાખ રૂપિયા તો પડાવી લીધા હતા.
ઉલ્લેખનિય છે કે, હેતલ નામની યુવતી અગાઉ પણ ડોકટર પાસે દવા લઇ ગઇ હતી બાદમાં ડોકટરને વિઝિટ કરવા બોલાવેલ હતા. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર ડોકટરે અગાઉ એકલાખ રૂપિયા પણ આપી દીધા હતા. અને બનાવ બન્યા બાદ પછીથી ફરિયાદ દાખલ કરેલ છે.

NO COMMENTS