મારે તું એકલો ન ચાલે, તારા જેવા સાંજ પડે 20 જોઇ કહેતા કોલગર્લ ને પ્રેમીએ પતાવી દીધી

0
416

રાજકોટ : રાજકોટમાં વધુ એક હત્યા સામે આવી છે ત્યારે વર્ષો થી બદનામ ગલી વિસ્તાર ભાવનગર રોડ કે જયાં કુટણખાનાઓ સરાજાહેર ચાલી રહ્યા છે. ત્યારે અહીંયા ધંધો કરવા આવતી અને ઇન્ડસ્ટ્રીઝ એરિયા માં રહેતી યુ.પી. થી આવેલ મોહીદાખાતુન નામની યુવતી ની તેના પ્રેમી જયદિપ સેતા રહે. જામનગર દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઉલ્લેખનિય છે કે, જયદિપ છેલ્લા બે વર્ષની યુવતીના પ્રેમમાં હતો અને જે કમાતો તે યુવતીને આપી દેતો હતો. પરંતુ યુવતીને ગમે તેટલા પૈસા આપે ઓછા જ પડતા હતા. પોતે ફરસાણની દુકાનમાં કામ કરી યુવતી ને પૈસા પહોંચાડતો હતો. પરંતુ મોહીદાખાતુને તેને જણાવ્યું કે : મારે તારા જેવા સાંજ પડયે 20 જોઇએ તો જ મારું પુરું થાય મારે મહિને લાખ રૂપિયાનો ખર્ચો છે. થોડા સમય પહેલા પરિચિત પાસેથી જયદિપ પાસે ુ મોહીદાખાતુન ઉર્ફે સોની ના મોબાઇલ નંબર મળ્યા હતા બાદમાં બન્ને વચ્ચે વાતચીતોનો દોર ચાલ્યો હતો. પછી રાજકોટ આવતો જતો હતો. અને તે પૈસા આપતો હતો. અને સોની ને કહેતા તું આ દુનિયા મુકી મારી સાથે લગ્ન કરી લે. પરંતુ પહેલા હા પાડી પછી ના પાડી અને તે પ્રેમના બદલે પૈસાની લાલચ માં આવી ગઇ હતી. તે ન બોલવાના શબ્દો બોલતા મને ગુસ્સો આવ્યો અને મેં પતાવી દીધી છે મને કોઇ જાતનો અફશોસ નથી. જયદિપ આજે તેને મળી જૂનાગઢ જઇ ગિરનાર પર્વત ઉપરથી પોતાની જાતને પડતી મુકવાનું વિચારી રહ્યો હતો. સોની ન બોલવાનું બોલતા છરીના ઘા વડે પતાવી દીધી હતી. છરીના ઘા મારી બહાર નીકળતા ડેલાના માલિક સાથે ઝપાઝપી થઇ હતી. બાદમાં ભાગી ગયો હતો જયાં પોલીસે ઝડપી લીધો હતો.

NO COMMENTS