રાજકોટ શહેર પોલીસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

0
3194

મોબાઇલ નં. 98795 00600

રાજકોટ રાજકોટ શહેરમાં વધતી જતી ગુનાખોરીનો આંક ધ્યાને લઇ તેના સામે કડક કાર્યવાહી અને કામગીરીમાં પારદર્શિતા લાવવાના પ્રયાશરૂપે રાજકોટ શહેરમાં નવનિયુકત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંઘ ગેહલોત દ્વારા એક પ્રશંસનીય નિર્ણય લઇ ગુન્હા અને ગુન્હાખોરીને ડામી દેવા તેમજ રાજકોટ શહેરની એક વિકટ સમસ્યા છે જે વ્યાજખોરો તેમના ઉપર લગામ લાવવા ઉપરાંત જમીનો ઉપર ગેરકાયદેસર કબ્જો જમાવનાર, અસામાજીક તત્વો ગેંગ તેમજ લુખ્ખા તત્વો ઉપર કાબુ લેવા માટે અને શહેરની શાંતિ જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનર શ્રી અનુપસિંઘ ગેહલોત દ્વારા

એક હેલ્પલાઇન નંબર રજૂ કરાયો છે. જેના ઉપર રાજકોટ શહેરના કોઇપણ નાગરિક પોતાની આસપાસ તેમજ અન્ય કોઇ જગ્યાએ દારુ,જુગાર, અસામાજીક પ્રવૃત્તિ અંગે જાણ કરી શકાશે. મોબાઇલ ફોન ઉપર જાણ કરનાર તેમજ ફરિયાદ કરનાર વ્યકિતનું નામ ખાનગી રખાશે તેમ કમિશ્નર શ્રી અનુપસિંઘ ગેહલોતે જાહેર જનતાને અનુરોધ કરાયો છે.
મોબાઇલ નં. 98795 00600

NO COMMENTS