રાજકોટ શહેર પોલીસમાં આંતરિક બદલી નો ઘાણવો

0
72

રાજકોટ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા ને ધ્યાનમાં લઇ ને પોલીસ કમિશનરે ગઇકાલે 67 પોલીસ ની બદલીઓનો ઘાણવો કાઢયો છે ત્યારે ત્રણ પીઆઇને પોલીસ સ્ટેશનમાં ફરજ આપી છે. શહેર પોલીસ કમિશનર ગેહલોતે આંતરીક બદલી કરી અને શહેરમાં ક્રાઇમના રેસીયા ને ઘટાડવા કોશિષ કરી છે. બદલીમાં ખાસ કરીને ઘણા સમય ના અભ્યાસ બાદ કમિશનર દ્વારા પોલીસ જવાનોની કામગીરી ને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાંચ તેમજ એસઓસજી બ્રાંચમાં પણ ફેરફારો કરાયા છે. જેઓની કામગીરી ઉલ્લેખનિય છે તેમને મહત્વની બ્રાંચોમાંથી બદલી કરી જે તે સ્થળે મૂકવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં હત્યાના બનાવો તેમજ ક્રાઇમ રેસીયો ઉપર જતાં અને પોલીસની કામગીરી માં નક્કરતા અને ચોકસતા લાવવા શહેર પોલીસ કમિશનરે આંતરિક બદલીઓ કરી છે.

NO COMMENTS