સી.જે.ગ્રુપ દ્વારા ઓબ્ઝર્વેશન હોમ ખાતે વિશિષ્ઠ કાર્યક્રમ યોજયો

0
155
rajkot cj group event
rajkot cj group event

રાજકોટ : શહેરની જાણીતા સેવાકીય સંસ્થા સી.જે. ગ્રુપ જે હર હંમેશ પોતાની સેવાકીય કાર્યો માટે અગ્રેસર છે ત્યારે ગોંડલ રોડ સ્થિત ઓબ્ઝર્વેશન હોમ ખાતે એક અલાયદા કાર્યક્રમ સાહિત્ય અને હાસ્યનું વાવાઝોડું શિર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજયો હતો. જેમાં મધુકાન્તભાઇ જોષી દ્વારા બાળકોને જ્ઞાન સાથે હાસ્ય રજૂ કરાયું હતું. સાથે અજયભાઇ ગઢવી એ લોકસાહિત્ય રજૂ કરી બાળકોમાં નવો ઉત્સાહ પેદા કર્યો હતો.
તૃપ્તિબેન ગજેરા (ક્રિષ્ના સાયન્સ સ્કુલ) : બાળકોને જીવનમાં સકારાત્મક ભૂમિકા ભજવવા માટે આહવાન કર્યું હતું.
જયારે વનિતાબેન રાઠોડ (વિનોબાભાવે સરકારી સ્કુલ ) બાળકોને એક નવી દિશાનો સંચાર કર્યો હતો. તેમજ હિતેષભાઇ ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા.
ઓબ્ઝર્વેશન હોમના સુપ્રી. મિલનભાઇ પંડિત સાહેબે આ તકે સૌનો આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર આયોજન સી.જે. ગ્રુપના ચીરાગભાઇ ધામેચાની આગેવાનીમાં આયોજન કરાયું હતું.

NO COMMENTS