રાજકોટ : ગેલેકસી પાન માં આરોગ્ય વિભાગના દરોડા ફાયર પાન બનાવવા માટે થિનર નો ઉપયોગ

0
78
rajkot galaxy pan : use thiner in fire pan
rajkot galaxy pan : use thiner in fire pan

રાજકોટ : રાજકોટ એટલે ખાસ કરીને પાન માવાના શોખીનોનું શહેર ગણવામાં આવે છે. ત્યારે પાન ની દુકાનો તેમજ એજન્સીઓ દ્વારા વિવિધ પ્રકારની ભેળસેળ તેમજ કલરયુકત મસાલા બનાવતા હોય છે અને સીધું લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. તો આવું જ ખાસ આકર્ષણ નું કેન્દ્ર બનેલું શહેરના 150 ફૂટ રીંગ રોડ ઓવરબ્રીજની નીચે કેકેવી હોલ પાસે આવેલ ગેલેકસી પાન કે જે ખાસ કરીને ફાયર પાન બનાવી શહેર તેમજ બહાર પ્રખ્યાત થયેલ હતું આવા સંજોગોમાં વિવિધ પ્રકારના ચોકલેટ, મસાલા, મીઠા પાન બનાવી રહ્યા હતા ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગેલેકસી પાન માં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન રહસ્ય બહાર આવ્યું હતું કે ગેલેકસી પાનમાં એક જાતનું ફાયર પાન બનાવવામાં આવતું હતું જેમાં થીનર નો ઉપયોગ લેવાતું હતું. જે દિવાલોને કલર કરવામાં ઉપયોગમાં લેવાતું હોય છે. ઉપરાંતે તે જ સ્થળેથી મીઠા પાનનો મસાલો, ટોપરું, ચોકલેટ પાન, જેલી, ક્રમ્સ, મીઠી સોપારી વગેરે ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ જ ગેલેકસી પાનની બીજી બ્રાન્ચ એસ્ટ્રોન ચોક નજીક આવેલી છે.

(સુત્રોમાંથી )

NO COMMENTS