રાજકોટ : શા માટે આલ્ફ્રેડ હાઇસ્કૂલ ને લાગ્યું ગ્રહણ..?

0
46
rajkot : gandhiji school alfred close
rajkot : gandhiji school alfred close

રાજકોટ : રાજકોટ શહેરમાં સ્થિત આલ્ફ્રેડ હાઇસ્કૂલ ને અધિકારીયો દ્વારા 164 વર્ષ જૂની સ્કૂલ ને બંધ કરી દેવામાં આવી છે. તેને હવે સંગ્રહાલય માં બદલવાનો નિર્ણય કરાયો છે. મહાત્મા ગાંધીએ 1887 માં 18 વર્ષની ઉંમર સુધી આ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો. અને તેને મોહનદાસ ગાંધી હાઇસ્કૂલ ના નામથી પણ ઓળખવામાં આવે છે. સુત્રોના જણાવ્યાનુસાર હાલમાં સ્કુલમાં અભ્યાસ કરતા છાત્રોને સ્થળાંતર પ્રમાણપત્ર આપવાનું શરુ કરાયું છે. જેથી તે બીજી સ્કૂલોમાં એડમિશન લઇ અભ્યાસ કરી શકે. આ સ્કૂલને સંગ્રહાલય તરીકે બનાવવા માટે અંદાજીત 10 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલમાં કાર્યવાહી ચાલુ છે. આ સંગ્રહાલય ગાંધીજી, સરદાર પટેલ અને અન્ય મહાનુભાવોના જીવનનો પરિચન આપશે.
સ્કુલની સ્થાપના 17 ઓકટોબર 1853 માં બ્રિટીશ કાળમાં થઇ હતી. આ સમયે સૌરાષ્ટ્ર વિસ્તારની પહેલી અંગ્રેજી માધ્યમ સ્કુલ હતી. આ સ્કુલનું નામ ગાંધીજી સાથે જોડાયેલું છે પરંતુ અભ્યાસનું સ્તર સદંતર નબળું હતું. થોડા વર્ષો પહેલા આ સ્કુલના છાત્રોમાંથી એકપણ છાત્ર ધો. 10 માં પાસ ન થયા હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS