શિવ શકિત ગ્રુપ દ્વારા ગણેશોત્સવ નું ભવ્ય આયોજન

0
78

રાજકોટ : રાજકોટ શહેરના જાણીતા શિવ શકિત યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નું જાજરમાન આયોજન કરાયું છે ત્યારે તા. 05- થી 15-09-2016 સુધી ગણેશોત્સવ-2016 નું ભવ્ય આયોજન શહેરના જે.કે. ચોક, આલાપ એવન્યુ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે કરાયું છે. ઉત્સવ અંતર્ગત દરરોજ વિવિધ કાર્યક્રમોની વણઝાર પણ રાખવામાં આવી છે. દરરોજ સવારે 7 કલાકે ગણપતી દાદાની આરતી તેમજ સાંધ્ય આરતી 8.00 કલાકે થયા બાદ દરરોજ ક્રમશ : કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સત્યનારાયણ ભગવાનની કથા, વિશ્ર્વકલ્યાણ મહાયજ્ઞ, તબલાવાદન, ડાન્સ કોમ્પિટીશન, પાણીપુરી-લાડુ કોમ્પીટીશન, દાંડિયા રાસ, કવીતા પઠન-લોકડાયરો, શ્રીનાથજીની ઝાંખી અને તા. 13-09 ના રોજ રંગ કસુંબલનો ડાયરો, તા. 14-09 ના રોજ લક્કી ડ્રો, અને તા. 15-09-2016 ના રોજ ગણપતિ વિસર્જન સવારે 10 કલાકે રાખવામાં આવ્યું છે. શિવશકિત ગ્રુપ દ્વારા આયોજીત ગણેશોત્સવ માં ખાસ નોંધનીય ગણપતિ ની મૂર્તિ ઉપર તથા આસપાસ સફેદ ઉંદર પ્રદક્ષિણા કરતાં જીવંત દર્શન થાય છે.
આ સમગ્ર આયોજન માર્ગદર્શક જે.કે. જાડેજા, પ્રમુખ શિવ શકિત કોલોની અને કુલદિપસીંહ જાડેજાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું છે.

NO COMMENTS