રાજકોટ કા મહારાજા : ભૂદેવ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન

0
255

(ધ્રુવ કુંડેલ-જય ભટ્ટ )

ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટ ના યાજ્ઞિક રોડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગણેશજીને વિવિધ દૂધ, રસ, મધ વગેરે દ્વવ્યો દ્વારા અભિષેક તેમજ શણગાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ મહારાજા જાગનાથ પોલીસ ચોકી બાજુમાં યોજવામાં આવેલ છે. ઉપરાંત સમાજના આગેવાનો, વિવિધ મંડળો તેમજ અગ્રણીઓ દ્વારા દરરોજ આરતી કરવામાં આવી રહી છે.
મહેમાનોમાં પ્રદિપભાઇ ત્રિવેદી, દર્શીતભાઇ જાની, મહેશભાઇ રાજપૂત, હરેશભાઇ જોષી, જયંત ઠાકર, વર્ષાબેન રાવલ, અનિલભાઇ ત્રિવેદી, રક્ષાબેન ત્રિવેદી, અશ્ર્વિનભાઇ રાવલ, પ્રશાંતભાઇ ઓઝા, એસઆરપી કેમ્પવાળા ભરતભાઇ દવે, પ્રદિપસિંહ ઝાલા, પંકજભાઇ પંડિત, શકિતસિંહ રાઠોડ વગેરે મહેમાનો ઉપસ્થિત રહી આરતી નો લાભ લીધો હતો.
સમગ્ર આયોજન ભૂદેવ સેવા સમિતિના તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ દિપકભાઇ રાજયગુરુ, નલિનભાઇ જોષી, પ્રફુલભાઇ જોષી, અનંતભાઇ ભટ્ટ, હરેશભાઇ ઠાકર, કે.ડી. કારીયા, દિપકભાઇ જાની, રશ્મિકાંતભાઇ પંડયા, નિતિનભાઇ ત્રિવેદી, વિશાલભાઇ આહ્યા, નિશાબેન આહ્યા, માધવીબેન ઉપાધ્યાય, જયદીપભાઇ ઉપાધ્યાય, પાઠકભાઇ તથા વિશાલભાઇ પરમાર, હિતેષભાઇ રાઠોડ, પંકજભાઇ પ્રસાદીવાળા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહી ગણેશોત્સવના રંગે રંગાયા હતા.

NO COMMENTS