તમે મારામાં આરપાર રહેતા : આજે કવિ સંમેલન

0
51
rajkot : kavi samalan ramesh parekh

રાજકોટ : અસ્મિતા ફાઉન્ડેશન-રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાન તેમજ સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટના સહયોગથી આજ રોજ તા. 27-11-2016 ના રોજ રાત્રે 9 કલાકે હેમુ ગઢવી હોય ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું છે. તેમજ જેમને તૃતિય વર્ષે આ સન્માન આપવા જઇ રહ્યા છીએ તેમણે એક પીંછુ મોરનું નામે કવિતા સંગ્રહ આપ્યો છે. આ ઉપરાંત ગીરા નદીને તીર, મન પાંચમનાં મેળામાં સમગ્ર રમેશ પારેખનું સંપાદન કરેલ છે. તેઓને શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક, પ્રથમ પુસ્તક એક પીંછુ મોરનું માટે ગુજરાત સાહિત્ય પરિષદ પુરસ્કાર ડો. ભાનુપ્રસાદ પંડયા પારિતોષિક તથા પર્યાવરણ ટ્રસ્ટ રજત ચંદ્રકથી નવાજવામાં આવશે.
કાર્યક્રમમાં ઉપસ્થિતી
ભરતભાઇ ઘેલાણી : તંત્રી ચિત્રલેખા
અનુપમસિંહ ગેહલોત : પોલીસ કમિશ્નર-રાજકોટ
રામભાઇ મોકરીયા : મારુતિ કુરીયર
મૌલેશભાઇ ઉકાણી : બાન લેબ્સ
કમલેશભાઇ મહેતા : વૃંદાવન ડેવલપર્સ
પ્રફુલભાઇ નાયક : આયના ચાલો ગુજરાત

ગુજરાતી ભાષાના ગૌરવ રમેશ પારેખે શબ્દોને બ્રહ્મ લેખી સાચવ્યા છે, સમાર્યા છે, શિરોમાન્ય લેખ્યા છે. અસ્મિતા ફાઉન્ડેશન તથા રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાના ના ઉપક્રમે ગુજરાતીના પ્રસિધ્ધ કવિશ્રી રમેશ પારેખનાં પ્રાગટવ પર્વ નિમિતેતે કવિ સંમેલન તમે મારામાં આરપાર રહેતાં નું આયોજન કરાયું છે.
અસ્મિતા ફાઉન્ડેશનના પ્રમુખ મનિષ ભટ્ટ તેમજ રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાના ના ડો. મીનાબેન ઠાકરે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

NO COMMENTS